સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ શુભમનની તુલના ભારતીય ક્રિકેટના 'કિંગ' કોહલી સાથે કરવાનું પણ શરૂ કરી દીધું છે, કારણ કે બંને આટલી નાની ઉંમરે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલીએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમનની તસવીર શેર કરી છે.
IPL 2023માં શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી ધૂમ મચાવી
ગુજરાતના યુવા ઓપનરે તેની IPL કરિયરની ત્રીજી સદી ફટકારી
શાનદાર સદી બાદ દિગ્ગજ ક્રિકેટરો કરી રહ્યા છે મનભરીને વખાણ
કોહલીથી લઈને એબી ડી વિલિયર્સ અને યુવરાજ સિંહે કર્યા વખાણ
IPL 2023માં શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી ધૂમ મચાવી હતી. ગુજરાતના આ યુવા ઓપનરે તેની IPL કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તેણે ચાર મેચમાં આ ત્રણેય સદી ફટકારી છે. મુંબઈ સામેની ક્વોલિફાયર-2 મેચમાં શુભમને 60 બોલમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 129 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો હતો. વિરાટ કોહલીથી લઈને એબી ડી વિલિયર્સ અને યુવરાજ સિંહ સુધી ઘણા દિગ્ગજોએ શુભમનના જોરદાર વખાણ કર્યા છે. ભારતીય ક્રિકેટના આ નવા 'પ્રિન્સ'ને અનુભવીઓ સલામ કરે છે.
શુભમનની તુલના ભારતીય ક્રિકેટના 'કિંગ' કોહલી સાથે કરી
સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ શુભમનની તુલના ભારતીય ક્રિકેટના 'કિંગ' કોહલી સાથે કરવાનું પણ શરૂ કરી દીધું છે. કારણ કે બંને આટલી નાની ઉંમરે ઉત્તમ સાતત્ય અને સ્ટ્રોકપ્લે બતાવી રહ્યાં છે. ખુદ કોહલીએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમનની તસવીર શેર કરી છે. ભારતના 2011 વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ ગિલના વખાણ કર્યા હતા. યુવરાજે ટ્વીટ કર્યું, "ભારતીય ક્રિકેટના નવા રાજકુમારની બીજી શાનદાર ઇનિંગ!!
પંતે કહ્યું - ક્લાસ બાબા
ગયા વર્ષે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ IPL 2023 ચૂકી ગયેલા ઋષભ પંતે પણ ગિલની ઈનિંગ્સનો આનંદ માણ્યો હતો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પંતે કેપ્શનમાં લખ્યું- ક્લાસ બાબા. ભૂતપૂર્વ ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું- યુવા ઉસ્તાદ શુભમન ગિલની બીજી શાનદાર સદી! ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે. રોકિંગ, ચેમ્પ!
વિલિયર્સે પણ ગિલની ઈનિંગની પ્રશંસા કરી
દક્ષિણ આફ્રિકાના મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સે પણ ગિલની ઈનિંગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ ઈનિંગ જોઈને તે અવાક થઈ ગયો હતો. ડી વિલિયર્સે ટ્વિટ કર્યું- શુભમન ગિલ! વાહ. મારી પાસે શબ્દો નથી. મેચની નિર્ણાયક ક્ષણને જોવાની અને રન બનાવવા માટે અચાનક ગતિમાં વધારો કરવાની તેની ક્ષમતા તેને ખૂબ જ ઉચ્ચ વર્ગમાં મૂકે છે. એ પણ નોંધ કરો કે તેઓ મોટાભાગની મેચો અમદાવાદમાં રમ્યા છે, જે સૌથી મોટા મેદાનોમાંનું એક છે. શુભમને સારી ભૂમિકા ભજવી છે.
વીરેન્દ્ર સેહવાગે પણ ગીલના વખાણ કર્યા
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ ગિલની સદીની પ્રશંસા કરતા કહ્યું, શુભમન ગિલની બેટિંગ જોવા માટે શાનદાર છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ ગીલની ઈનિંગ્સ અને તેની અદ્ભુત સાતત્ય અને રનની ભૂખની પ્રશંસા કરી. સેહવાગે ટ્વિટ કર્યું- શું ખેલાડી છે. ચાર મેચમાં ત્રીજી સદી અને કેટલાક શાનદાર શોટ્સ. અદ્ભુત સાતત્ય અને ભૂખ, જે મોટા ખેલાડીઓમાં જોવા મળે છે. સમાન ફોર્મ જાળવી રાખો.
What a player. 3rd hundred in 4 matches and some breathtaking shots. Amazing consistency and hunger, the kind of stuff big players do, cash in on the purple patch #ShubhmanGillpic.twitter.com/nUjXoLRKaA
શુભમન ગિલ હાલમાં IPL 2023માં ઓરેન્જ કેપ ધરાવે છે. તેણે 16 મેચમાં 60.78ની એવરેજથી 851 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને ચાર અર્ધસદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 129 છે. તેના રન 156.43ના સ્ટ્રાઈક રેટથી આવ્યા છે. મેચની વાત કરીએ તો ગિલ સિવાય સાઈ સુદર્શન (43) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (28*)એ પણ સારી ઇનિંગ્સ રમી હતી. ગુજરાતે 20 ઓવરમાં ત્રણ વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 18.2 ઓવરમાં 171 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવે 38 બોલમાં 61 અને તિલક વર્માએ 14 બોલમાં 43 રન બનાવ્યા હતા.