બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / VIDEO :ભારતના શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો, સ્પેસમાં ઉડાણ ભરી, જાણો ક્યારે પહોંચશે ISS પર?
Last Updated: 12:15 PM, 25 June 2025
ભારતના શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક ઉડાણ ભરી લીધી છે.એક્સિઓમ 4 મિશન હેઠળ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 3 અવકાશયાત્રીઓ સાથે બુધવારે બપોરે 12 વાગ્યે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી સ્પેસએક્સ ડ્રેગનમાં બેસીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ ઉડાણ ભરી હતી. શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પહેલા ભારતીય બન્યાં છે.
ADVERTISEMENT
#AxiomMission4 | #BreakingNews: SpaceX successfully launches Axiom’s international crew, including Indian astronaut Shubhanshu Shukla, to the space station! 🌍 #SpaceX #NASA #IndiaInSpace #AX4 @Axiom_Space @SpaceX pic.twitter.com/oqdvZ7CVHd
— ET NOW (@ETNOWlive) June 25, 2025
Ax-4 Mission | Launch https://t.co/qrESbnfRXe
— Axiom Space (@Axiom_Space) June 25, 2025
ADVERTISEMENT
ક્યારે પહોંચશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર
હાલમાં ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશન 400 કિમી ઉપર રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુને લઈ જતી સ્પેસએક્સની ફ્લાઈટ ગુરુવારે સાંજના 4.30 ની આસપાસ ઈન્ટરનેશનલ સ્પેસ સાથે જોડાશે.
ADVERTISEMENT
IAF Group captain Shubhanshu Shukla joins four-member crew ahead of Axiom 4 mission launch: Jitendra Singh
— ANI Digital (@ani_digital) June 25, 2025
Read @ANI Story | https://t.co/INXY4fBkE2#Axiom4 #JitendraSingh #SubhanshuShukla pic.twitter.com/WbZumxlXJs
ISS પર જનારા પહેલા અને આકાશમાં જનારા બીજા ભારતીય
ADVERTISEMENT
શુભાંશુ શુક્લા ચાર દાયકા બાદ એટલે કે 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ અવકાશમા જનારા બીજા ભારતીય બન્યાં છે. 39 વર્ષીય ફાઇટર પાઇલટ શુભાંશુ શુક્લાને આ ઐતિહાસિક ઉડાન માટે ISRO દ્વારા મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ISS પર શું કરશે નવા ચાર અવકાશયાત્રીઓ
ADVERTISEMENT
પંદર દિવસના આ મિશનમાં એક્સિઓમ-4 મિશનના ચાર સભ્યોની ટીમ 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાંથી સાત ભારતીય સંશોધકો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.ગ્રુપ કેપ્ટન શુક્લા અવકાશ-થી-પૃથ્વી આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લેશે અને અવકાશમાંથી એક VIP સાથે વાર્તાલાપ કરશે.
એક્સિઓમ 4 મિશનમાં કોણ કોણ છે
ADVERTISEMENT
ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ 4 મિશનના પાયલોટ છે તેમની સાથે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન,પોલેન્ડના સ્લેવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ સામેલ છે.
સ્પેસમાં જતાં પહેલાની તસવીર સામે આવી
ભારતના ઐતિહાસિક અવકાશ ઉડાન પહેલા, સ્પેસએક્સ અવકાશયાનની અંદરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા તેમના સ્પેસ સૂટમાં સંપૂર્ણપણે તૈયાર જોવા મળે છે. તેમની સાથે, ત્રણ વધુ અવકાશયાત્રીઓ પણ તેમની સીટ પર બેઠા છે. દરેક વ્યક્તિ લોન્ચ માટે સંપૂર્ણપણે તૈયાર અને શાંત દેખાય છે.
4 નવા સાથે ISS પર કેટલા અવકાશયાત્રીઓ
ISS પર હાલમાં 7 અવકાશયાત્રીઓ કાર્યરત છે અને 4 નવા સાથે કૂલ અવકાશયાત્રીઓની સંખ્યા 11 થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.