બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Shriyam Power & Steel Industries Gandhidham awarded National Energy Conservation Award-2023

બિઝનેસ / શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત થયો

Megha

Last Updated: 02:56 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ સ્ટીલ ટીએમટી બાર્સના ઉત્પાદન માટે અગ્રણી સ્ટીલ બાર નિર્માતા શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SPSIL)ને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો છે.

દેશમાં ઉર્જા સંરક્ષણના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપવા માટે દર વર્ષે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પર  નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે.  શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગૌણ સ્ટીલ ક્ષેત્રમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્તકર્તાઓમાં એ એકમાત્ર સ્ટીલ ઉત્પાદક કંપની હતી.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં  શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવેશ ખંડેલવાલને એવોર્ડ અર્પણ કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય પાવર અને રીન્યુએબલ એનર્જી મંત્રી શ્રી આર.કે. સિંહ અને પાવર એન્ડ હેવી ઇન્ડસ્ટ્રી  રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ અંગે વાત કરતા શ્રી ખંડેલવાલે જણાવ્યું કે, “માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ  પ્રાપ્ત કરીને અમે સન્માનિત થયા છીએ.  આ પુરસ્કાર સસ્ટેનેબલ પ્રેક્ટિસ અને એનર્જી કન્ઝર્વેશન માટેની અમારી પ્રતિબદ્ધતાની માન્યતારૂપ છે.  હું આ માન્યતા માટે ભારત સરકારનો આભાર માનું છું અને આ નોંધપાત્ર સિદ્ધિ માટે શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. 

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ, કેન્દ્રીય ઉર્જા મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા રજૂ કરવામાં આવે છે અને ઊર્જા કાર્યક્ષમતા અને તેના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. આ  એવોર્ડ માટે 21 સેક્ટરમાં પાંચ કેટેગરીમાં કુલ 516 અરજીઓ મળી હતી.

અત્રે નોંધનીય છે કે શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ને તાજેતરમાં તેના નેશનલ સ્ટીલ TMT બાર માટે ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની તરીકે માન્યતા આપવામાં આવી હતી. CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસિસ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રએ તેની પ્રોડક્ટ ગુણવત્તામાં ઉચ્ચતમ પર્યાવરણીય ધોરણોને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય TMT પરત્વેના સમર્પણની પુષ્ટિ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ