બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / Shreyas Iyer punished by BCCI for offence in KKR vs RR game

ક્રિકેટ / આ ગુનો કરી બેઠો KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર ! થયો 12 લાખનો દંડ, બેવડો ફટકો

Hiralal

Last Updated: 03:32 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરને સ્લો ઓવર રેટ બદલ લાખો રુપિયાનો દંડ ફટકાર્યો છે.

કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ને બેવડો ફટકો પડ્યો છે. પહેલા કેકેઆરને રાજસ્થાન રોયલ્સ સામે હાર મળી હતી અને હવે કેપ્ટન શ્રેયસ અય્યરને બીસીસીઆઇએ દંડ ફટકાર્યો છે. સ્લો ઓવર રેટ બદલ કોલકાતા નાઇટ રાઇડર્સને દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલના આયોજકોએ સુકાની શ્રેયસ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વધુ વાંચો : શુભમન ગિલ કે યશસ્વી જયસ્વાલ કોનું પત્તુ કપાશે? BCCI ની સિલેકશન કમિટી લેશે નિર્ણય

સ્લો ઓવર રેટ જાળવી રાખવા બદલ દંડ 
આઈપીએલ દ્વારા જારી કરવામાં આવેલી એક મીડિયા રિલીઝ અનુસાર, "કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરને 17 એપ્રિલે ઇડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સ સામેની આઈપીએલ 2024 ની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ ફટકારવામાં આવ્યો છે." આઇપીએલની આચારસંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો આ પ્રથમ ગુનો હોવાથી લઘુત્તમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત હોવાથી ઐયરને રુપિયા 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

બીજી ભૂલ થશે તો અય્યરને થશે 24 લાખનો દંડ 
કેપ્ટન શ્રેયસ અય્યરે આ ગુનો કબૂલ્યો હતો. આવી સ્થિતિમાં, આ અંગે વધુ સુનાવણી થશે નહીં. જોકે હવે તેણે વધારે સાવચેત રહેવું પડશે, કારણ કે આગામી વખતે તેમના સિવાય ટીમના બાકીના ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવશે. હવે પછી જ્યારે કેકેઆર સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થશે તો કેપ્ટનને 24 લાખ રૂપિયા અને ટીમના બાકીના સભ્યોને 6-6 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ