બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / Should you bathe every day or not? Know the disadvantages of bathing as experts say

લ્યો બોલો / શું દરરોજ નાહવું જોઈએ કે નહીં? એક્સપર્ટ ગણાવ્યા નાહવાના ગેરફાયદા, જાણો

Megha

Last Updated: 04:59 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાને રોજ નાહવાના ગેરફાયદાઓ જણાવ્યા છે. ચાલો જાણીએ કે વિજ્ઞાન અનુસાર દરરોજ સ્નાન કરવાથી શું નુકસાન થાય છે.

  • દરરોજ નાહવું જોઈએ કે નહીં?
  • વિજ્ઞાને રોજ નાહવાના ગેરફાયદાઓ જણાવ્યા છે
  • શું કહે છે એક્સપર્ટ? જાણો 

શિયાળાની ઋતુ આવતાં જ ઘણા લોકો દરરોજ નાહવાનું બંધ કરી દે છે અને તેની સામે ઘણા લોકો એવા હોય છે જેઓ સખત ઠંડીમાં પણ દરરોજ સ્નાન કરે છે. સામાન્ય રીતે આપણા ભારત દેશમાં લોકોની ગણતરી વિશ્વમાં સૌથી વધુ સ્નાન કરનારાઓમાં થાય છે. જો કે ભારતના લોકો ધાર્મિક માન્યતાઓને કારણે દરરોજ સ્નાન કરે છે અને ઘણીવાર લોકો ન નાહવાના ગેરફાયદા પણ ગણાવતા હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાને રોજ નાહવાના ગેરફાયદાઓ જણાવ્યા છે. ચાલો જાણીએ કે વિજ્ઞાન અનુસાર દરરોજ સ્નાન કરવાથી શું નુકસાન થાય છે...

દરરોજ નાહવું જરૂરી નથી
વિજ્ઞાન કહે છે કે દરરોજ સ્નાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આ સાથે જ દુનિયાભરના સ્કિન સ્પેશિયાલિસ્ટ માને છે કે ઠંડીમાં રોજ ન નહાવું એ એક સારો નિર્ણય છે, કારણ કે વધુ પડતું નહાવું આપણી ત્વચા માટે સારું નથી. ઘણી સ્ટડીમાં એવા પણ ખુલાસા થયા છે કે આપણી ત્વચામાં પોતાને સાફ કરવાની વધુ સારી ક્ષમતા હોય છે. જો તમે જીમમાં નથી જતા અથવા તો રોજ પરસેવો નથી વહાવતા કે ધૂળ અને માટીમાં રહેતા નથી, તો એવા લોકોએ દરરોજ સ્નાન કરવું જરૂરી નથી.

શું કહે છે એક્સપર્ટ? જાણો 
જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સી. બ્રાન્ડોન મિશેલના કહેવા મુજબ નાહવાથી ત્વચાના કુદરતી તેલ અને સારા બેક્ટેરિયા નીકળી જાય છે અને આ સારા બેક્ટેરિયા આપણી ઇમ્યુન સિસ્ટમને પણ સપોર્ટ કરે છે અને એટલા માટે શિયાળામાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ નાહવું જોઈએ.

આ સિવાય અમેરિકન યુનિવર્સિટી ધ યુનિવર્સિટી ઓફ ઉતહના જિનેટિક્સ સાયન્સ સેન્ટરના અભ્યાસ અનુસાર વધુ પડતું નાહવાથી આપણી રોગપ્રતિકારક શક્તિને નુકસાન થાય છે. જંતુઓ અને વાયરસ સામે લડવાની શરીરની ક્ષમતા નબળી પડી જાય છે. આ સાથે જ ખોરાકને પચાવવાની અને તેમાંથી વિટામિન્સ અને અન્ય પોષક તત્વોને અલગ કરવાની શરીરની ક્ષમતાને પણ અસર કરે છે.

નખને પણ થાય છે નુકસાન 
જો તમે દરરોજ ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે તમારા નખને પણ નુકસાન પહોંચાડે છે. નાહતી વખતે નખ પાણીને શોષી લે છે અને પછી નરમ થઈને તૂટી જાય છે. આમાંથી પણ કુદરતી તેલ નીકળે છે અને તે શુષ્ક અને નબળા પડી જાય છે. કોલંબિયા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એલિન લાર્સને એક સંશોધન કર્યું અને જણાવ્યું હતું કે દરરોજ સ્નાન કરવાથી આપણી ત્વચા શુષ્ક અને નબળી બને છે. આ ચેપનું જોખમ ઘણું વધારે છે એટલા માટે દરરોજ સ્નાન ન કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ