બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / ભાવનગર / સુરત / Shortage of staff and equipment in Surat-Bhavnagar Fire Department

VTV રિયાલિટી ચેક / સ્ટાફની અછત, સાધનોનો અભાવ..., આ છે સુરત-ભાવનગર ફાયર વિભાગની વરવી વાસ્તવિકતા, કોઇ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ?

Dinesh

Last Updated: 08:42 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat-Bhavnagar Fire Department: સુરત ફાયર વિભાગમાં હાલ 888 ફાયરકર્મીઓ કાર્યરત છે, જ્યારે શહેરની જરૂરિયાત મુજબ ફાયર વિભાગમાં 40 ટકા સ્ટાફની ઘટ છે

  • સુરત ફાયર વિભાગ પાસે સ્ટાફની અછત
  • ભાવનગરમાં ફાયર વિભાગની જ હાલત દયનીય હોવાનો ખુલાસો 
  • ભાવનગરમાં 18 વર્ષથી ફાયર ઓફીસરની જગ્યા ખાલી


સુરત શહેર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. પરંતુ ઝડપથી વિકસતા આ શહેરમાં ફાયર વિભાગની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. કારણકે સુરત ફાયર વિભાગ પાસે સ્ટાફની અછત છે. માત્ર સુરત જ નહીં પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની હાલત પણ દયનિય હોવાનો VTV NEWSના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે. કારણકે છેલ્લા 18 વર્ષથી અહીં ફાયર ઓફીસરની જગ્યા ખાલી પડી છે. જેના પર ઈન્ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. તો ફાયરના સાધનોનો પણ અભાવ છે. 

સુરત ફાયર વિભાગની એક વરવી વાસ્તવિકતા
સુરત એ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. શહેરના વિકાસની સાથે સાથે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનો પણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે, નાના મોટા અગ્નિકાંડો થતા હોય છે. સુરતે અગાઉ પણ તક્ષશિલા જેવા અનેક અગ્નિકાંડો જોયા છે. અને આવી અગ્નિકાંડની ઘટનાઓ સમયે રાહત અને બચાવ કામગીરીમાં ફાયર વિભાગની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. જોકે સુરત ફાયર વિભાગ પાસે એકથી એક ચઢીયાતા અત્યાધુનિક ફાયરના સાધનો છે. જે કદાચ ગુજરાતના અન્ય કોઈ શહેરમાં ફાયર વિભાગ પાસે નહીં હોય. પરંતુ સુરત ફાયર વિભાગની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. સુરત ફાયર વિભાગ પાસે પુરતો સ્ટાફ જ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો VTV NEWSના રિયાલિટી ચેકમાં થયો છે. 

સુરત ફાયર વિભાગમાં 888 કર્મીઓ કાર્યરત,  40 ટકા સ્ટાફની ઘટ
સુરત શહેરમાં હાલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરમાં વધુ 11 ફાયર સ્ટેશનો નવા ઉમેરાશે.આમ શહેરમાં કુલ ફાયર સ્ટેશનોની સંખ્યા 30 થશે. સુરત ફાયર વિભાગમાં હાલ 888 ફાયરકર્મીઓ કાર્યરત છે. જ્યારે શહેરની જરૂરિયાત મુજબ ફાયર વિભાગમાં 40 ટકા સ્ટાફની ઘટ છે.  મહત્વનું છે કે, સુરત શહેરમાં ફાયર વિભાગમાં છેલ્લાં ઘણાં સમયથી ફાયરકર્મીઓની ઘટ છે. પરંતુ તેમ છતાં ભરતી કરવામાં આવી ન હતી. જોકે હવે વર્ષો બાદ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 550થી વધુ ફાયરકર્મીઓની ભરતી કરવામાં આવશે. પરંતુ ફરી અહીં સવાલ એ જ ઉભો થશે. કારણકે ભરતી તો થશે પરંતુ તેની સામે વધુ 11 ફાયર સ્ટેશન નવા બનશે. ત્યારે સ્ટાફને લઈને ફરી એ જ સમસ્યા ઉભી થશે તેવું ચિત્ર અત્યારથી જ દેખાઈ રહ્યું છે. 

ભાવનગર શહેરમાં પણ વિકાસના દાવા વચ્ચે ફાયર વિભાગની કેવી સુવિધા
તો બીજી તરફ ભાવનગર શહેરના વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અહીં ખૂદ મનપાના ફાયર વિભાગની જ હાલત દયનીય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કારણકે ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 18 વર્ષથી અતિ મહત્વની એવી ફાયર ઓફીસરની જગ્યા ખાલી પડી છે. જેના પર ઈન્ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગમાં અન્ય જગ્યાઓ પણ ખાલી પડી છે. ત્યારે ફાયર વિભાગમાં ઓછા મહેકમ વચ્ચે આગ લાગે ત્યારે કુવો ખોદવા જવું પડે તેવી સ્થિતિ છે. ભાવનગર મનપાના ફાયર વિભાગમાં હાલ કુલ 62 લોકોનું મહેકમ છે. જેમાં 18 વર્ષથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી. 

વાંચવા જેવું: લાંચિયા અધિકારીને પકડવા ACBનો ફૂલપ્રૂફ પ્લાન, ફરિયાદી મુદ્દે ACBએ પરિપત્ર કર્યો જાહેર

ભાવનગર ફાયર વિભાગ પાસે કેટલા સક્ષમ સાધોનો ?
તાજેતરમાં 4 વખત જાહેરાત આપવા છતાં કોઈ લાયકાત ધરાવતો ઉમેદવાર ન મળ્યો. માત્ર ફાયરકર્મીઓની જ ઘટ નથી પરંતુ ફાયરના સાધનોની પણ ઘટ હોવાનું સામે આવ્યું છે. ભાવનગર ફાયર વિભાગ પાસે રહેલા ફાયરના સાધનો પર નજર કરીએ તો, ફાયર વિભાગ પાસે 5 બ્રાઉઝર છે. ફાયર ફાઈટર 1 છે જ્યારે 4 નવા લાવવાની પ્રોસેસ ચાલુ છે. ફાયર વિભાગ પાસે હાઈડ્રોલિક પ્લેટફોર્મ નથી જેને ખરીદવાની પ્રોસેસ ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ પાસે ઈમર્જન્સી રિસ્પોન્સ વ્હિકલ પણ નથી. ભાવનગર મનપાના ઇન્ચાર્જ ફાયર ઓફિસરનું કહેવું છે કે, આગામી દિવસોમાં 2 ફાયર સ્ટેશન નવા બનાવવાની સરકરે મંજૂરી આપી છે અને જે મહેકમ હાલ 62 નું છે તે વધારી ને 272નું કરવામાં આવનાર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ