ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shops can be opened in 42 zones except 6 wards of Ahmedabad: Vijay Nehra

કોરોના વાયરસ / અમદાવાદના આ 6 વોર્ડ સિવાય તમામ 42 ઝોનમાં દૂકાનો ખોલી શકાશેઃ વિજય નહેરા

Published By: Kashyap

Last Updated: 06:55 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ કોરોના મહામારી સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયેલાં 6 વિસ્તારો સિવાય સમગ્ર અમદાવાદના અન્ય 42 વોર્ડની દૂકાનો કાલથી ખોલી શકાશે. આ સાથે અમદાવાદમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા છે, જ્યારે 7 લોકોના મોત થયા છે અને 26થી વધુ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

ADVERTISEMENT

  • કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં દૂકાનો ખુલશે
  • માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્શિંગનું ચુસ્ત પાલન કરવું પડશે
  • કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમે અમદાવાદ શહેરની કાર્ય પદ્ધતિને બિરદાવી

અમદાવાદમાં  ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા અને બહેરામપુરા સિવાયના તમામ 42 વોર્ડ કાલથી ખુલશે.કોરોના સંક્રમણના ડબલિંગ રેટ વિશે વિજય નહેરાએ જણાવ્યું કે રેટ વધે કે ઘટે તે કહેવું અઘરું છે પરંતુ છેલ્લા 7 દિવસમાં ઘટ્યો છે. આ ઉપરાંત જો કાલથી દુકાન ખોલવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્શિંગ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ જેવા નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. AMCના વિવિધ વિભાગની ટીમ કોઈ પણ સમયે ચેકીંગ કરશે અને જો અયોગ્ય જણાશે તો કાર્યવાહી થશે. 

રમઝાન માસની શરૂઆત મુદ્દે વિજય નહેરાએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ઘરમાં રહીને જ લોકો નમાઝ પઢે અને ઈબાદત કરે. કેન્દ્રીય ટીમ સાથે થયેલી બેઠક અંગે ચર્ચા કરતાં કહ્યું કે અમદાવાદ શહેરની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત શહેરમાં કરાયેલી ટેસ્ટીંગ સિસ્ટમનો અહેવાલ કેન્દ્રને સોપવા આદેશ કર્યો છે. કે જેથી અન્ય રાજ્યોમાં તેની રેપ્લિકા ઉભી કરી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

AMC Coronavirus Vijay Nehra ahmedabad lockdown અમદાવાદ વિજય નહેરા coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ