બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Shop-vehicles in Saurashtra do not accept 10 rupees coin refuse to take the desired coin VIDEO

રાજકોટ / સૌરાષ્ટ્રમાં દુકાન-વાહનવાળા નથી સ્વીકારતા 10 રૂપિયાનો સિક્કો, જોઈલો સિક્કો લેવાની ના પાડતો VIDEO

Kishor

Last Updated: 06:33 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રમાં દુકાનદરો-વાહનવાળાઓ 10 નો સિક્કો ન ચલાવતા હોવાની ઉઠતી ફરિયાદ વચ્ચે રાજકોટના રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો છે.

  • સૌરાષ્ટ્રમાં રૂપિયા 10નો સિક્કો ન સ્વીકારાતો હોવાની રાવ  
  • સૌરાષ્ટ્રમાં મોટાભાગના રિક્ષા ચાલકો નથી સ્વીકારતા 10નો સિક્કો
  • 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પડતા રિક્ષાચાલકનો વીડિયો વાયરલ

સરકારના અને આરબીઆઈના નિયમને ન ગણકારી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વેપારીઓ કે વાહન ચાલકો 10 રૂપિયાના સિક્કાને સ્વીકારતા નથી. જેના કડવા અનુભવ અંગે લોકોમાં અનેક વખત ફરિયાદો ઉઠી રહી છે. અમારી પાસેથી કોઇ 10 નો સિક્કો નથી લેતા તેવુ ગાણું ગાઈ દુકાનદારો અને વાહનવાળા 10 નો સિક્કો લેવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દે છે.આ અંગે સ્થાનિક તંત્ર અને આરબીઆઈની વખતો વખતની સ્પષ્ટતા અને કડક કાર્યવાહીની સૂચના આપવા છતા આવા તત્વો નીતિ-નિયમ નેવે મૂકીને 10 નો સિક્કો ગણકારતા નથી. તેવામાં સિક્કો લેવાની ના પાડતા રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો છે. જે શુ કહે છે. જુઓ VIDEO...


શું છે સજાની જોગવાઈ ? 
ભારતીય દંડ સંહિતાની કલમ 489એથી 489ઈના આધારે નોટ કે સિક્કાના નકલી મુદ્રણ, નકલી નોટ કે સિક્કા ચલાવવા અને યોગ્ય સિક્કા લેવાની મનાઈ કરવી એ અપરાધ છે. આ કલમના આધારે કોઈ વિધિક ન્યાયાલય દ્વારા આર્થિક દંડ, કારાવાસ કે બંનેની જોગવાઈ કરવામાં આવી છે. એવામાં જો તમારી પાસે કોઈ સિક્કો લેવાની ના પાડે તો જરૂરી સબૂતની સાથે કાર્યવાહી થઇ શકે છે. આથી 10 નો સિક્કો ન સ્વીકારતા લોકો ચેતી જજો નહિ તો કડક કાર્યવાહી થશે.  

આરબીઆઈએ પણ આપી હતી જાણકારી
અગાઉ 10 રૂપિયાના સિક્કાને લઈને અફવા ફેલાવવામાં આવી રહી હતી તેને આરબાઆઈએ ખોટી ગણાવી હતી. એવામાં 10 રૂપિયાના કોઈ પણ સિક્કાને લેન દેનમાં ઉપયોગમાં લઈ શકો છો. તેમ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક 2 રૂપિયાથી લઈને 10000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ કરવા અધિકૃત છે. એક રૂપિયાની નોટ આરબીઆઈના નાણામંત્રાલયની તરફથી છાપવામાં આવે છે. તેની પર નાણા સચિવના હસ્તાક્ષર પણ હોય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ