બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / મનોરંજન / Shooting of Ramayana will start from March 2024 producer Madhu Mantena had to leave the project

મનોરંજન / 'રામાયણ'નું શૂટિંગ શરૂ થશે માર્ચ 2024થી, નિર્માતા મધુ મન્ટેનાએ પ્રોજેક્ટ છોડવો પડ્યો

Kishor

Last Updated: 09:56 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક કાસ્ટિંગ સમસ્યા તો ક્યારેક આદિપુરુષ વિવાદના વિવાદને લઈને ગુંચમાં પડેલ 'રામાયણ'નું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે.

  • 'રામાયણ'નું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે
  • રણબીર કપૂર સાથે નિતેશ તિવારીની રામાયણ બનવા જઈ રહી છે
  • 2026 પહેલા રિલીઝ થવાની શક્યતાઓ ઘણી ઓછી

સ્ટાર કાસ્ટને લઈને ઘણા વિવાદો બાદ હવે રણબીર કપૂર સાથે નિતેશ તિવારીની રામાયણ બનવા જઈ રહી છે. આ 'રામાયણ'નું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે. નોંધનિય છે કે નિતેશ તિવારીની રામાયણ ઘણા સમયથી ચર્ચામાં છે. ક્યારેક કાસ્ટિંગ સમસ્યા તો ક્યારેક આદિપુરુષ વિવાદનું ચક્ર. પરંતુ આ ગૂંચ હવે ઉકેલાઈ ગયું છે. હવે 'રામાયણ'નું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થાય તેવો દાવો કરાઈ રહ્યો છે.

Here's why I am excited for Ranbir Kapoor & Nitesh Tiwari's Ramayana

ડાયરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું કે...
દંગલના ડાયરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું કે તેઓ રામાયણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મધુ મન્ટેના જેમણે અલ્લુ અરવિંદ સાથે 'ગજની' ફિલ્મ બનાવી હતી.તે આમાં કામ કરવાના હતા. જોકે હાલ તેઓએ છોડી દીધું છે. મધુ, અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાને અને વિકાસ બહલ સાથે મળીને ફેન્ટમ ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની શરૂ કરી હતી.

વિશ્વની ટોચની VFX કંપની ફિલ્મ સાથે જોડ્યા

મધુ મન્ટેના પણ અલ્લુ અરવિંદ સાથે 'રામાયણ' બનાવવાની દિશામાં કાર્યરત હતા. 'રામાયણ' એક VFX હેવી ફિલ્મ બનવાની હતી. તેથી જ આ લોકોએ વિશ્વની ટોચની VFX કંપની DNEGના માલિક નમિત મલ્હોત્રાને ફિલ્મ સાથે જોડ્યા. 

સત્તાવાર સમર્થન અપાયું નથી
પાત્રની વાત કરીએ તો નમિત 'રામાયણ' સાથે જોડાયા પછી કાસ્ટિંગ શરૂ થવાનું હતું. રામના રોલ માટે રણબીર કપૂર, સાઈ પલ્લવી સીતાનું પાત્ર અને યશ રાવણનું પાત્ર ભજવી શકે છે વધુમાં સની દેઓલ ભગવાન હનુમાન બનાવવાની વાત ચાલી રહી છે. પરંતુ આ બાબતને સત્તાવાર સમર્થન અપાયું નથી. આ દરમિયાન મધુ મન્ટેના અને નમિત મલ્હોત્રા વચ્ચે ગજગ્રહ શરૂ થયો હતો. જેને કારણે ફિલ્મ વિલંબમાં પડી રહી છે.


હવે ડખ્ખાથી કંટાળી મધુ મંટેનાએ પિક્ચર છોડી દીધું છે. નમિત મલ્હોત્રાની કંપનીએ ફિલ્મના VFX પર ઘણું કામ કર્યું છે અને કામગીરી સતત ચાલુ છે. તેથી, હવે તે VFX સાથે ફિલ્મનું નિર્માણ પણ કરશે. વધુમાં નિતેશ તિવારી અને રવિ ઉદ્યાવર મળીને ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.

2026 પહેલા રિલીઝ થવાની શક્યતાઓ ઘણી ઓછી
વધુમાં અહેવાલો એવા મળી રહ્યા છે કે રામાયણનું પ્રી-પ્રોડક્શન કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે. જો આ વાત સાચી સાબિત થાય તો પણ 2026 પહેલા રિલીઝ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ