બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / shelling of rockets from air land and sea by Israel in gaza strip

ઈઝરાઈલ પેલેસ્ટાઈન યુદ્ધ / BIG NEWS : ગાઝામાં ઈઝરાઈલનો કાઉન્ટર એટેક, હુમલામાં 200થી વધુ લોકો માર્યા ગયા, સેંકડો ઘાયલ

Hiralal

Last Updated: 08:13 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસે શરુ કરેલા એટેકને જડબાતોડ જવાબ આપતાં ઈઝરાઈલે ગાઝા પટ્ટીમાં ભયંકર હુમલા કર્યાં હતા જેમાં 200થી વધુ લોકોના મોત થયા છે.

  • ગાઝામાં ઈઝરાઈલની જવાબી કાર્યવાહી
  • ભીષણ હુમલામાં 200થી વધુ લોકોના મોત
  • સેંકડો ઘાયલ થયા હોવાથી વધશે મોતનો આંકડો

હમાસ દ્વારા હુમલો કરવામાં આવતાં ઈઝરાઈલે યુદ્ધનું એલાન કરીને જોરદાર જવાબી કાર્યવાહી શરુ કરી છે. ઈઝરાઈલે ગાઝા પટ્ટીમાં ભયંકર હુમલા કર્યાં હતા જેમાં 200થી વધુ લોકોના મોત થયા છે તથા સેંકડો ઘાયલ થયા છે. ઈઝરાઈલી સુરક્ષા દળોએ ગાઝા પટ્ટીમાં ચારે બાજુથી ચપેટમાં લીધી હતી અને ભયંકર હવાઈ હુમલા શરુ કર્યાં હતા. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે હમાસ દ્વારા ઈઝરાયેલના રોકેટ હુમલાના જવાબમાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 198 લોકોના મોત થયા છે. 1,610 ઘાયલ થયા છે. તે જ સમયે, ઈઝરાયેલમાં 40 લોકોના મોત અને 600થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. 

અચાનક કેમ શરું થયું યુદ્ધ
શનિવારે ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી યુદ્ધ શરું થયું છે. પેલેસ્ટાઈની આતંકી જૂથ હમાસના મોટા હુમલા બાદ ઈઝરાઈલ પણ યુદ્ધનું એલાન કરી દીધું છે. શનિવારે સવારે 8 કલાકે હમાસે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેરો પર રોકેટ છોડ્યા હતા. આ રોકેટ ઈઝરાયેલની રહેણાંક ઈમારતો પર પડ્યા હતા. હમાસે ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કરવાનો દાવો કર્યો છે. હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ અલ-દીફે આ હુમલા માટે 3 કારણો આપ્યા છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે કહ્યું કે આ હુમલો આરબ દેશો માટે એક સંદેશ છે જે ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરબ દેશોને અપીલ છે કે તેઓ ઈઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખે કારણ કે ઈઝરાઈલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.

ઈઝરાઈલના પીએમ  નેતન્યાહૂ ખળભળી ઉઠ્યાં 
પોતાના દેશમાં પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાઈલના પીએમ  નેતન્યાહૂ ખળભળી ઉઠ્યાં છે અને તેમણે દુશ્મનોને મોટી સજા આપવાનું એલાન કર્યું છે. 
પીએમ નેતન્યાહૂએ કહ્યું કે  અમે યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. આ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર જીવલેણ હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોર આતંકવાદીઓની વસાહતોને સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મોટા પાયે હથિયારો એકત્ર કરવા જણાવ્યું છે. દુશ્મને એવી કિંમત ચૂકવવી પડશે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું ન હોત.

પેલેસ્ટાઈની આતંકી જૂથ હમાસે ઈઝરાઈલ પર કરી હુમલાની શરુઆત 
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે પેલેસ્ટાઈન આર્મ્સ ગ્રુપ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 20 મિનિટમાં 5,000 રોકેટ છોડ્યા હતા. તેમણે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરીને કેટલાક લશ્કરી વાહનો પણ ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ હુમલાઓમાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ