બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / અજબ ગજબ / વિશ્વ / sheikh hasina talks about the killings of her family

આપવીતી / એક સમયે દિલ્હીના પંડારા રોડ પર છુપાઈને રહેવા મજબૂર હતા બાંગ્લાદેશના PM, યાદ કરીને છલકી પડ્યા આંસુ

Khevna

Last Updated: 01:03 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેખ હસીના પોતાના પરિવારનાં નરસંહાર વિશે વાત કરતાં જણાવે છે કે કયા પ્રકારે તે એક સમયે તે દિલ્હીના પોશ પંડારા રોડ પાસે છુપાઈને રહેતી હતી.

  • શેખ હસીનાએ જણાવી પોતાના પરિવારનાં નરસંહારની ઘટના 
  • માતા પિતાની હત્યા બાદ ઓળખાણ છુપાવવા માટે મજબૂર 
  • 15 ઓગસ્ટનાં દિવસે મળ્યા પિતાની હત્યાનાં સમાચાર : હસીના 

શેખ હસીનાએ જણાવી પોતાના પરિવારનાં નરસંહારની ઘટના 

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ચાર દિવસની ભારતની યાત્રા પહેલા પોતાના દિલની વાતો સામે રાખી. તેમણે 1975મા પોતાના પરિવારનાં નરસંહારની ઘટના યાદ કરી. હસીનાએ જણાવ્યું કે એક સમયે તે દિલ્હીના પોશ પંડારા રોડ પાસે છુપાઈને રહેવા વિવશ હતી, જ્યાં તે પોતાના પિતા શેખ મૂજીબુર રહમાનની હત્યા કરનારાઓથી બચવા માટે પોતાના બાળકો સાથે રહેતી હતી. 

લગભગ પાંચ દશકાઓ એટલે કે 50 વર્ષ બાદ, હસીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેખ મૂજીબુર રહમાનનાં મૃત્યુ તથા પોતાની સ્થિતિને લઈને ઘણાઈ વાતો કરી છે. આ દરમિયાન તેમની આંખો ભીની હતી. આ એ સામેની વાત છે જ્યારે તેમણે જર્મનીમા પોતાના પરમાણુ વૈજ્ઞાનિક પતિ સાથે રહેવા માટે બાંગ્લાદેશ છોડ્યું હતું. 1975મા 30 જુલાઇનો દિવસ હતો અને પરિવારનાં સદસ્ય હસીના અને તેની બહેનને અલવિદા કહેવાય માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં એક સુખદ વિદાય હતી અને હસીનાને એ વાતનો અંદાજો ન હતો કે આ તેમનાઆ માતા - પિતા સાથે તેમની છેલ્લી મુલાકાત હશે. 

શેખ હસીના જણાવે છે કે તેમનાઆ પતિ વિદેશમાં હતા,  એટલા માટે તે પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. જ્યારે તે જઈ રહી હતી, પરિવારનાં તમામ સદસ્યો તેને અલવિદા કરવા આવ્યા હતા. ઘણો ખુશીનો માહોલ હતો, પણ એ છેલ્લો દિવસ હતો જ્યારે તે પોતાના માતા પિતાને મળી હતી. લગભગ 15 દિવસ બાદ એટલે કે 15 ઓગસ્ટની સવારે હસીનાને સમાચાર મળ્યા કે તેમના પિતાની હત્યા કરવામાં આવી છે. 

15 ઓગસ્ટનાં દિવસે મળ્યા પિતાની હત્યાનાં સમાચાર : હસીના 
15 ઓગસ્ટની સવારે, હસીનાને સમાચાર મળ્યા કે તેમના પિતા, મહાન રાજનેતા બંગબંધુ મૂજીબુર રહમાનની હત્યા થઈ ચૂકી છે. આ દિવસ બાંગ્લાદેશનાં ઇતિહાસનાં સૌથી કાળા અધ્યાયોમાનો એક હતો. 

હસીનાએ એ સમયને યાદ કરતાં જણાવ્યું કે ભારત તેમને મદદ કરનાર સૌથી પહેલો દેશ હતો. ઇન્દિરા ગાંધીએ તરત જ સૂચના મોકલી કે તે અમને સુરક્ષા અને આશ્રય આપવા માંઅંગે છે. ત્યાર બાદ તેમણે દિલ્હી પરત ફરવાનો નિર્ણય કર્યો કેમકે જો દિલ્હી જાત તો ત્યાંથી પોતાને દેશ સરળતાથી પહોંચી શકાત અને તપાસ કરી શકાત કે આખરે પરિવારનાં કેટલા લોકોની હત્યા કરવામાં આવી છે. 

હસીનાનાં અવાજમાં દુઃખ 
આ ઘટના ભલે પાંચ દશકા પહેલાઆ બની હોય, પણ હસીનાના અવાજમા આજે પણ દુઃખ છલકાય છે. તેમણે કહ્યું કે તેમનાઆ માટે આ અત્યંત ખરાબ સમય હતો. જર્મનીમા તત્કાલીન બાંગ્લાદેશનાં રાજદૂત હુમાયું રાશિડ ચૌધરી તેમનાઆ પરિવારનાં નારસંહારની જાણ કરનારા પહેલાઆ વ્યક્તિ હતા. તેમણે કહ્યું કે દિલ્હીમા અમને એક ઘરમા સુરક્ષા સાથે રાખવામાં આવ્યા હતા, કેમકે સૌને અમારી ચિંતા હતી. 

હસીનાએ જણાવ્યું કે આ હુમલામાં તેમના માતા પિતા સાથે તેમના પરિવારનાં 18 સદસ્યોની હત્યા કરવામાં આવી હતી, આમાં તેમના સંબંધીઓ, મહેમાન, નોકર અને તેમના બાળકો પણ સામેલ હતા. હત્યારાઓનો ઉદ્દેશ હતો કે બગબંધૂનાં પરિવારથી કોઈપણ ક્યારેય પણ સત્તામા પરત ન ફરે. હસીનાએ જણાવ્યું કે તેમનો નાંનો ભાઈ માત્ર 10 વર્ષનો હતો પણ તેને પણ મારી નાંખવામાં આવ્યો. 

ખૂબ જ મુશ્કેલીભર્યો હતો એ સમય 
ઘણું બધુ ગુમાવ્યું હતું, પણ ક્યાંયને ક્યાંય એ વાત સમજાઈ ગઈ કે હવે આગળનું વિચારવાનું છે. આગળ વધવાનું છે, દુઃખ, પીડા ખૂબ જ મુશ્કેલ હતા પણ આગળ વધવા માટે તેમની સાથે તેમની નાની બહેન અને બાળકો હતા. આમ જ વિચારીને આગળની સફરમા નક્કી કર્યું કે કંઇક કરવાનું છે. આમ ન જીવી શકાય. જોકે, આ દુઃખ ક્યારેય દૂર નહીં થાય. 

માતા પિતાની હત્યા બાદ ઓળખાણ છુપાવવા માટે મજબૂર 
હસીનાએ કહ્યું કે આ અપરાધે ન માત્ર તેમનાઆ પિતાઅને માર્યા, તેમણે અમારા મુક્તિ સંગ્રામની વિચારધારાને પણ બદલી નાંખી. આ એક રાતે બધુ જ બદલી નાંખ્યું. તેમણે કહ્યું કે પિતાના હત્યારાઓ ત્યાર બાદ પણ સત્તામા રહ્યા હતા એટલા માટે જ્યારે અમે પંડારા રોડમા રહેતા હતા, તો અમારી ઓળખાણ બદલાઈ ગઈ હતી. તેમના માતા-પિતાને ગુમાવ્યા બાદ, હસીના 1981 સુધી પોતાની ઓળખાણ છુપાવવા મજબૂર હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ