Rajkot News : રાજકોટના સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના
ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી
અનેક લોકો વોકળામાં ખાબક્યાં
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દૂર્ઘટના ઘટી હતી
10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલું છે. પાપ્ત વિગતો મુજબ પંડાલ પાસેનો આ સ્લેબ જૂનો અને જર્જરિત હોવાથી આ દૂર્ઘટના બની હોવાની માહિતી છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
એક મહિલાનું મોત
સમગ્ર દૂર્ઘટનામાં એક મહિલાનુ મોત થયું હોવાની વિગતો છે. મૃતકનું નામ ભાવનાબેન ઠક્કર, ઉંમર 60 વર્ષ છેતેમજ અન્ય તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જયમીન ઠાકરનું નિવેદન
જયમીન ઠાકરએ જણાવ્યું કે, સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત છે એટલુ બધુ પણ કંઈ સિરિયસ નથી. તેમજ કોઈ મૃત્યુની માહિતી પણ નથી. પરિસ્થિતિ કાબૂમાં છે, જે ઘટનાને પગલે તપાસ કરવામાં આવશે
સ્થાનિક નેતાઓ ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિના તાંગ મેળવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે