બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Serious allegation on Gujarat University for publishing Homeopathy exam result 2 times

કૌભાંડ કે ભૂલ? / હોમિયોપેથી પરીક્ષાનું પરિણામ 2 વાર જાહેર કરતા ગુજરાત યુનિ. પર ગંભીર આક્ષેપ, ખુલાસો કરતા કહ્યું 'અમે કોઈ પણ કૌભાંડ...'

Malay

Last Updated: 01:44 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીએ UG હોમિયોપેથી ચોથા વર્ષની પરીક્ષાનું પરિણામ 2 વખત જાહેર કરતા NSUI દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. NSUIએ કહ્યું કે, યુનિવર્સિટીએ 2 વખત પરિણામ જાહેર કરીને કૌભાંડ આચર્યું છે.

  • ગુજરાત યુનિવર્સિટીએ 2 વખત જાહેર કર્યું પરિણામ
  • હોમિયોપેથી પરીક્ષાનું પરિણામ 2 વખત કરાયું જાહેર
  • 8 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપી પાસ કરાયા
  • 2 વખત પરિણામ જાહેર કરવાને લઈ NSUIના આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી હોમિયોપેથી પરીક્ષાનું પરિણામ 2 વખત જાહેર કરતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે કૌભાંડ થયું હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો યુનિવર્સિટી પણ કોઈ કૌભાંડ કે કોઈ ગોટાળો ન થયો હોવાનો દાવો કરી રહી છે. 

'યુનિવર્સિટીએ 2 વખત પરિણામ જાહેર કરીને કૌભાંડ આચર્યું'
ગુજરાત યુનિવર્સિટી દ્વારા એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી હોમિયોપેથી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ NSUI દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. NSUIએ કહ્યું કે એપ્રિલ મહિનામાં લેવાયી યુજી હોમિયોપેથીની ચોથા વર્ષની પરીક્ષાનું પરિણામ યુનિવર્સિટીએ 2 વખત જાહેર કર્યું છે. જેમાં 8 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપી પાસ કરાયા છે. સમગ્ર મામલે કૌભાંડ થયું હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

આક્ષેપ બાદ ગુજરાત યુનિવર્સિટીનો ખુલાસો
NSUIના આક્ષેપને લઈ યુનિવર્સિટીએ ખુલાસો કર્યો છે. યુનિવર્સિટીએ કોઈ કૌભાંડ કે કોઈ ગોટાળો ન થયો હોવાનું જણાવ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, અગાઉ ભૂલથી કર્મચારીઓએ ઓનલાઈન પરિણામ જાહેર કર્યું હતું. 

કોરોના સંકટ વચ્ચે જુલાઇમાં શરૂ થઇ રહેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ  રાખવાનો લેવાયો નિર્ણય | Gujarat University Exam cancle start july student  ahmedabad

શું છે સમગ્ર મામલો?
ગત એપ્રિલ મહિનામાં કલોલની અનન્યા કોલેજ ઓફ હોમિયોપેથીમાં અભ્યાસ કરતા ચોથા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ ગત 22 જૂનના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. યુનિવર્સિટીએ આ પરિણામમાં સુધારો કરીને ફરીથી 24 જૂનના રોજ પરિણામ જાહેર કર્યું હતું. 24 જૂનના રોજ જાહેર કરાયેલા પરિણામમાં અગાઉ જે 8 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, તેઓને પાસ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ જે વિષયમાં નાપાસ થયા હતા, તેમાં ગ્રેસિંગ પણ આપવામાં આવ્યું હતું. માર્ક્સ વધારવામાં આવતા ગ્રેસિંગ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા. 2 વખત પરિણામ જાહેર કરવાને લઈ NSUIએ આક્ષેપ કર્યા છે. યુનિવર્સિટીએ 2 વખત પરિણામ જાહેર કરીને કૌભાંડ આચર્યું હોવાના NSUIએ આક્ષેપ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ