બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / seema haider opens her secrets in front of ib training of children to appearance is under suspicion

પ્રેમને નામે દગો તો નહીં / સીમાએ કેવી રીતે ક્રોસ કરી 'સીમા', કોણે મદદ કરી, શું લઈને આવી, IBના ચોંકાવનારા ઘટસ્ફોટે વધાર્યું ટેન્શન

Hiralal

Last Updated: 04:47 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક.થી ભારત ભાગી આવેલી સીમા હૈદર મામલે ઈન્ટેલિજન્ય બ્યૂરોએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

  • પાક.થી ભારત ભાગી આવેલી સીમા હૈદર મામલે વધુ એક ખુલાસો
  • ગામડાની સ્ત્રી બનીને ક્રોસ કરી બોર્ડર
  • એક અજાણ્યાએ તેને ભારતની સરહદમાં પહોંચાડવામાં મદદ કરી 

પબજી ગેમ રમતાં રમતાં યુવક સાથે પ્રેમ થતાં પોતાના ચાર બાળકોને નોઈડામાં આવીને રહેતી પાકિસ્તાની મહિલા સીમા હૈદર ભારતીય એજન્સીઓની રડાર હેઠળ છે. યુપી એટીએસ દ્વારા તેની ખૂબ પૂછપરછ કરાઈ રહી છે, સીમા પાક.ગુપ્તચર એજન્સી આઈએસઆઈની જાસૂસ હોવાની પણ એજન્સીઓને શંકા છે અને અનેક ખુલાસાઓ ભારતમાં તેની હાજરી અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. જો કે હજુ સુધી પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરતા કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

સીમા હૈદર મામલે આઈબીને ઉંડી માહિતી મળી

ભારતીય ગુપ્તચર એજન્સી આઈબીને શંકા છે કે સીમા હૈદર તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. સીમા હૈદર મામલે આઈબીને ઉંડી માહિતી મળી છે. આઈબીના ખુલાસામાં ત્રીજા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની મદદથી સીમાને ભારતીય સીમાની અંદર દાખલ કરવામાં આવી હતી. આઈબીના જણાવ્યા અનુસાર તેનો મેક-અપ અને ડ્રેસ અપ એવી રીતે કરવામાં આવ્યો હતો કે તે સંપૂર્ણપણે ભારતીય મહિલા લાગે આ માટે એક પ્રોફેશનલની પણ મદદ લેવામાં આવી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે સીમાએ સુરક્ષા એજન્સીઓથી બચવા પોતાના બાળકોને ભારતીય બાળકોની જેમ તૈયાર કર્યા હતા.

ભારત આવતાં પહેલા 70 હજારનો મોબાઈલ ખરીદ્યો
નેપાળ-ભારત સરહદ પર વેશ્યાવૃત્તિના રેકેટ કે માનવ તસ્કરીમાં સામેલ થવા અને લોકોનું ધ્યાન ન જાય તે માટે મહિલાઓ દ્વારા મેકઅપ કરાય છે. 
સીમા હૈદરને નોઈડામાં સચિનના ગામ સુધી પહોંચવામાં કોણે મદદ કરી તેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. એટીએસને એ પણ જાણવા મળ્યું કે તેણે સૈન્યના કેટલાક અધિકારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી. ભારત આવતા પહેલા સીમાએ પાકિસ્તાનમાં લગભગ 70 હજાર પાકિસ્તાની રૂપિયામાં એક મોબાઈલ ખરીદ્યો હતો, જેની જાણકારી તેણે એટીએસને પૂછપરછ દરમિયાન આપી હતી. એટીએસે તેને એવું પણ પૂછ્યું હતું કે શું તેને ફોન પર મેસેજ અને ચેટિંગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ અપાઈ હતી જોકે સીમાએ નામાં જવાબ આપ્યો હોવાનું જણાવાય છે. 

સીમાને ઈન્ટેલિજન્સ કોડ વર્ડ પર પૂછાયું 
પૂછપરછ દરમિયાન બીજો મહત્વનો ખુલાસો એ થયો કે એટીએસે સીમા હૈદરને સવાલ કર્યો કે શું તેણે કોડ વર્ડનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની કોડ વર્ડ લેંગ્વેજમાં 'ફૂફી'નો અર્થ એ વ્યક્તિ થાય છે જે પોતાના દેશ સાથે જોડાયેલી માહિતી આઈએસઆઈને પૂરી પાડે છે. બીજી તરફ, કોડ વર્ડ ફળ શબ્દનો ઉપયોગ પૈસાના સંદર્ભમાં કરવામાં આવે છે. એટીએસે જ્યારે તેને આ કોડ વર્ડના ઉપયોગ વિશે પૂછ્યું તો સીમાએ આ શબ્દો વિશે કોઈ જાણકારી હોવાનો કે પછી પાકિસ્તાનમાં તેનો ઉપયોગ કરવાનો ઈનકાર કર્યો હતો.

મોબાઈલ ખરીદ્યો તે જ દિવસ પાસપોર્ટ અપાયો, 10મેના દિવસે પાક.છોડ્યું 
સીમાએ પૂછપરછ દરમિયાન યુપી એટીએસને 8 મેના દિવસે ખરીદેલા મોબાઈલનું બીલ દેખાડ્યું હતું અને તે જ દિવસે તેના માટે પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. તેના બે દિવસ બાદ જ 10 મેના રોજ સીમાએ પાકિસ્તાન છોડી દીધું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ