બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Seeing a pile of dough, the idea came and the woman set up an 800 crore rupees company

પસ્તીનો વેપાર / પસ્તીનો ઢગલો જોઈને આવ્યો આઇડિયા અને મહિલાએ ઊભી કરી નાંખી 800 કરોડ રૂપિયાની કંપની, 60 દેશોમાં છે કારોબાર

Priyakant

Last Updated: 11:44 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Poonam Gupta Success Story News: પસ્તી (નકામા કાગળ)ને રિસાયકલ કરીને નવું બનાવવાનો વિચાર આવ્યો અને શરૂ કરી કંપની, આજે મહિલા ઉદ્યોગપતિ 800 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી કંપનીની માલિક

  • ભારતીય મૂળના ઉદ્યોગપતિ પૂનમ ગુપ્તાની રોમાંચક કહાની 
  • ઓફિસોમાં પસ્તી (નકામા કાગળ)ના ઢગલા જોઈને વિચાર આવ્યો
  • પસ્તી (નકામા કાગળ)ને રિસાયકલ કરીને નવું બનાવવા શરૂ કરી કંપની 
  • ઉદ્યોગપતિ પૂનમ ગુપ્તાની 1 લાખથી 800 કરોડ રૂપિયા સુધીની સફર

Poonam Gupta Success Story : આપણે ત્યાં કહેવત છે કે, જેને કામ કરવું છે તેની માટે કોઈ કામ નાનું નથી હોતું. આ પંક્તિ સાચી કરી છે, સ્કોટલેન્ટમાં રહેતી ભારતીય મૂળના ઉદ્યોગપતિ પૂનમ ગુપ્તાએ. કહેવાય છે કે, સખત મહેનત, સમર્પણ અને જુસ્સાથી કોઈ પણ પદ હાંસલ કરી શકાય છે અને બિઝનેસ સેક્ટરમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં નાની શરૂઆતથી જ ઉંચાઈઓ પહોંચી છે.  ભારતીય મૂળના ઉદ્યોગપતિ પૂનમ ગુપ્તાને પસ્તી (નકામા કાગળ) ખરીદવાનો વિચાર એટલો અજાયબી કામ કરી ગયો કે આજે તે 800 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી કંપનીની માલિક છે.  

સ્કોટલેન્ડ સ્થિત ઉદ્યોગપતિ પૂનમ ગુપ્તા જે દિલ્હીથી અહી આવી હતી. પૂનમ ગુપ્તાએ અહીંની લેડી શ્રી રામ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ કર્યું છે. પછી MBA કર્યા પછી તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેને ક્યાંય સફળતા મળી નહીં. વર્ષ 2002માં તેણીના લગ્ન શાહી પુનીત ગુપ્તા સાથે થયા જેઓ સ્કોટલેન્ડમાં રહેતા અને કામ કરતા હતા. લગ્ન પછી પૂનમ પણ તેના પતિ સાથે સ્ટોકલેન્ડ ગઈ અને ત્યાં નોકરી શોધવા લાગી. પરંતુ અનુભવના અભાવે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન તેના મગજમાં એક વિચાર આવ્યો. 

Photo: PG Paper Company Ltd (Facebook)

ઓફિસોમાં પસ્તી (નકામા કાગળ)ના ઢગલા જોઈને વિચાર આવ્યો
પૂનમ ગુપ્તાનો આ વિચાર પસ્તી (નકામા કાગળ)ના ઢગલા સાથે સંબંધિત હતો. વિગતો મુજબ જ્યારે પૂનમ ગુપ્તા નોકરીની શોધમાં એક ઑફિસથી બીજી ઑફિસમાં ફરતી હતી, ત્યારે તેણે મોટાભાગની ઑફિસમાં પસ્તી (નકામા કાગળ)ના ઢગલા  જોયા, પછી તેણે તેના પર રિસર્ચ શરૂ કર્યું અને તેના મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે, આ પસ્તી (નકામા કાગળ)ને રિસાયકલ કરીને નવું બનાવવું જોઈએ. તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન આ વિચાર પર આપ્યું. પૂનમ ગુપ્તાને સ્કોટલેન્ડ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કીમ હેઠળ 1,00,000 રૂપિયાનું ફંડ પણ મળ્યું અને આ ફંડ દ્વારા પૂનમ ગુપ્તાએ નોકરીને બદલે પોતાનો સ્ક્રેપ બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી છે. 

1 લાખથી 800 કરોડ રૂપિયા સુધીની સફર
વર્ષ 2003માં એટલે કે 20 વર્ષ પહેલાં પૂનમ ગુપ્તાએ સરકાર દ્વારા આપવામાં આવેલા 1 લાખ રૂપિયાની મદદથી PG પેપર નામનું પોતાનું વેસ્ટ રિસાયક્લિંગ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. વેસ્ટ પેપર (પસ્તી (નકામા કાગળ) ખરીદવાનો અને તેની કંપનીમાં રિસાયક્લિંગ દ્વારા તેને વધુ સારી ગુણવત્તાના નવા પેપરમાં રૂપાંતરિત કરવાનો અને તેને સપ્લાય કરવાનો તેમનો વિચાર સફળ થયો અને આ સાથે તેમનો બિઝનેસ પણ ખીલ્યો. 20 વર્ષની આ સફરમાં તેમને સતત સફળતા મળતી રહી અને 1 લાખ રૂપિયાથી શરૂ થયેલી તેમની કંપની આજે 800 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. 

પૂનમ ગુપ્તાનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો
શરૂઆતમાં પૂનમ ગુપ્તાનો પસ્તી (નકામા કાગળ) ખરીદવાનો વ્યવસાય સ્થાનિક સ્તરે હતો અને જ્યારે માંગ વધી ત્યારે તેણે સમગ્ર સ્કોટલેન્ડમાં તેનો વિસ્તાર કર્યો. ત્યારપછી ભારતીય મૂળની આ મહિલા ઉદ્યોગપતિએ પાછું વળીને જોયું નથી અને પોતાનો પસ્તી (નકામા કાગળ)નો બિઝનેસ યુરોપ અને અમેરિકામાં વિસ્તાર્યો. PG પેપરના આ દેશોની મોટી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ છે અને અહીંથી પસ્તી (નકામા કાગળ) સ્ક્રેપ ખરીદવામાં આવે છે. રિપોર્ટ અનુસાર હાલમાં PG પેપરનો બિઝનેસ વિશ્વના 60 દેશોમાં ફેલાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ