બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Security breach at Dwarkadhish temple in Devbhumi Dwarka

સુરક્ષામાં ચૂક / દ્વારકાના નાથ પર ચલણી નોટો ઘા કરવામાં આવી, સુરક્ષાને લઈને પણ ઊભા થયા સવાલ, તંત્રએ આપ્યા મોટા આદેશ

Dinesh

Last Updated: 04:57 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં અંદરનો વીડિયો વાયરલ થયો છે, જે વીડિયોને કૃષ્ણપ્રેમીઓ દ્વારકાધીશનું અપમાન માની રહ્યાં છે

  • દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ચૂક
  • મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ છતાં  વીડિયો વાયરલ
  • મંદિરમાં ચલણી નોટ ઉડાવતા લોકો દેખાયા 


દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને લઈ મોટી ચૂક સામે આવી છે. મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે પરંતુ એક વીડિયો વાયરલ થયો છે અને જે મંદિરની અંદરનો છે જેના પરથી જાણી શકાય છે પ્રતિબંધ હોવા છતાં કોઈ શખ્સ મોબાઈલ લઈને મંદિરમાં ઘૂસ્યો છે તેમજ એટલું જ નહી તેણે વીડિયો પણ ઉતારી વાયરલ પણ કર્યો છે. 

મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે
અત્રે તમને જણાવી દઈએ કે, મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં અંદરનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, મંદિરમાં કેટલાક શખ્સોએ ભગવાન દ્વારકાધીશ પર ચલણી નોટ ઉડાવતા જોવા મળી રહ્યાં છે તેમજ ઘણા બધા લોકો મોબાઇલ પર વીડિયો ઉતારતા હોય તેવા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. 

કૃષ્ણ ભક્તોમાં રોષ
આ વીડિયોને કૃષ્ણપ્રેમીઓ દ્વારકાધીશનું અપમાન માની રહ્યાં છે અને આ ઘટનાથી કૃષ્ણ ભક્તોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે ચલણી નોટ ઉડાવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે. સુરક્ષાની દ્રષ્ટિએ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે ત્યારે મોબાઇલ કેવી રીતે લઇ જવા દેવાયો તે સૌથી મોટો સવાલ છે અને આ તમામ લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તો સૌથી મોટો સવાલ છે.

તપાસના આદેશ અપાયા
દ્વારકાધીશ મંદિરની અંદર ચલણી નોટો ઉડાવ્યાનો વીડિયો વાઇરલ મામલે વહીવટી તંત્ર હરકતામાં આવ્યું છે. ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એસ ડી ધાનાણી દ્વારા તપાસના આદેશ અપાયા છે. પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ અંદર કઈ રીતે પહોંચ્યો ? વિડીયો કોને બનાવ્યો ? કોને વાઇરલ કર્યો ? તે તમામ મુદ્દાઓ પર જિલ્લા વહીવટી તંત્રએ તપાસ હાથ ધરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ