કર્ણાટક હાઈકોર્ટે કપલના એક કેસની સુનાવણી વખતમાં એવી ટીપ્પણી કરી કે બીજી પત્નીને 498એ હેઠળ ક્રૂરતાની ફરિયાદ દાખલ કરવાનો અધિકાર નથી.
કર્ણાટક હાઈકોર્ટનો ફેંસલો
બીજી પત્ની કલમ 498એ હેઠળ ક્રૂરતાની ફરિયાદ દાખલ ન કરી શકે
બીજી પત્નીને આવો કોઈ અધિકાર નથી
કર્ણાટક હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 46એ (પરિણીત મહિલા ક્રૂરતાને આધિન) હેઠળ 46 વર્ષીય પુરુષની સજાને રદબાતલ કરી દીધી છે, કારણ કે ફરિયાદી તેની 'બીજી પત્ની' હતી, જેના કારણે આ લગ્ન "રદબાતલ" થઈ ગયા હતા. જસ્ટીસ એસ રચૈયાની સિંગલ જજની ખંડપીઠે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, "એક વખત ફરિયાદી મહિલાને અરજદારની બીજી પત્ની તરીકે ગણવામાં આવે, પછી આઇપીસીની કલમ 498-એ હેઠળના ગુના માટે અરજદાર સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં ન લઈ શકાય. બીજા શબ્દોમાં કહીએ તો, બીજી પત્ની દ્વારા પતિ અને તેના સાસુ-સસરા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ ટકી શકતી નથી.
શું બની ઘટના
કોર્ટ રાજ્યના તુમકુરુ જિલ્લાના રહેવાસી કંથારાજુ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન પિટિશન પર સુનાવણી કરી રહી હતી. ફરિયાદી મહિલાએ દાવો કર્યો હતો કે તે કંથારાજુની બીજી પત્ની છે અને તેઓ પાંચ વર્ષ સાથે રહેતા હતા અને પાંચ વર્ષના લગ્નજીવનમાં તેમને એક પુત્ર પણ થયો હતો. પરંતુ
પાછળથી તે લકવાગ્રસ્ત થઈ ગઈ અને અશક્ત થઈ ગઈ. કંથારાજુએ આ પછી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને તેને ક્રૂરતા અને માનસિક ત્રાસ આપ્યો હતો. આથી કંટાળીને પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી અને તુમાકુરુની ટ્રાયલ કોર્ટે તેને જાન્યુઆરી 2019 માં દોષી ઠેરવ્યો હતો. ઓક્ટોબર 2019માં સેશન્સ કોર્ટે આ સજાની પુષ્ટિ કરી હતી. કંથારાજુએ તે જ વર્ષે રિવિઝન પિટિશન સાથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
બીજી પત્ની કલમ 498એ હેઠળ ફરિયાદ નોંધાવવા હકદાર નહીં
હાઈકોર્ટે નીચલી અદાલતના આદેશને રદબાતલ ઠેરવ્યો હતો કારણ કે તેમાં જાણવા મળ્યું હતું કે બીજી પત્ની કલમ 498એ હેઠળ ફરિયાદ નોંધાવવા માટે હકદાર નથી. ફરિયાદી પક્ષે સ્થાપિત કરવું પડશે કે ફરિયાદી મહિલા અરજદારની કાનૂની રીતે વિવાહિત પત્ની છે. જ્યાં સુધી તે સ્થાપિત ન થાય કે તે અરજદારની કાનૂની રીતે વિવાહિત પત્ની છે, ત્યાં સુધી નીચેની અદાલતોએ ફરિયાદી મહિલા અને તેની માતાના પુરાવા પર કાર્યવાહી કરવી જોઈતી હતી.