બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Second Innings Begins: What are Met Department, Skymet, and Ambalal's predictions for rain in Gujarat? Why is Rupani in discussion again?

2 મિનિટ 12 ખબર / સેકન્ડ ઈનિંગ શરૂ: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ, સ્કાઈમેટ, અને અંબાલાલનું શું છે અનુમાન? રૂપાણી ફરી કેમ ચર્ચામાં

Vishal Khamar

Last Updated: 07:53 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજથી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. તો ચકચારી તોડકાંડ પ્રકરણમાં યુવરાજસિંહનાં સાળાને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો છે. ત્યારે હવે માત્ર યુવરાજસિંહ જ જેલ છે. તેમજ ગૃહ વિભાગ દ્વારા પાંચ IPS ને પ્રમોશન આપ્યું છે. ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ પોલીસ કમિશ્નરની પણ જાહેરાત થઈ શકે છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા  7થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, સુરત, વલસાડ, ભરૂચમાં સહીતના ગુજરાતભરના જિલ્લામાં ભારે વરસાદ અંગે સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

રાજ્યનાં પાંચ IPS અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા પાંચ IPS ને પ્રમોશનની જાહેરાત કરી છે. ત્યારે હવે આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નરનાં નામની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ભાવનગર ચકચારી તોડકાંડ મામલે શિવુભા ગોહિલનાં કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલનાં જામીન મંજૂર થતા અત્યાર સુધી તોડકાંડ પ્રકરણમાંકુલ 5 લોકોનાં જામીન મંજૂર થયા છે. ત્યારે હવે માત્ર યુવરાજસિંહ જ જેલમાં છે.

ચૂંટણીની તડામાર તૈયારીની વચ્ચે હવે ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં રામભાઈ મોકરિયા, મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા પ્રતિનિધિત્વ કરે છે.  ત્યારે હવે ઉમેદવાર તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ચર્ચામાં આવ્યું છે. 

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત HCમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જજ બને તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતનાં રાજ્યમાં અત્યંત ભારે વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિવાય દેશના ઘણા ભાગમાં વરસાદી વાતાવરણ રહ્યું છે. દેશના લગભગ ૨૪ રાજ્ય હાલ ચોમાસાની પકડ છે. આમાંનાં કેટલાંક રાજ્યમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને કેટલાંક રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર પહેલું મોટું પગલું ભર્યું છે. સરકારે મંત્રીઓના જૂથની રચના કરી છે જેમાં ચાર મંત્રીઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ આ GOMની અધ્યક્ષતા કરશે.

ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી પર કર્ણાટક હાઈકોર્ટે એવું કહ્યું કે પત્ની નવરી બેસીને પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે, આવી મહિલાઓ રોજીરોટી માટે કામ પણ કરવું જોઈએ. 

કોંગ્રેસે દિલ્હીમાં રાજસ્થાન ચૂંટણીને લઈને એક મોટી બેઠક બોલાવી હતી જેમાં મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડવાનું એલાન કરાયું છે.રાજસ્થાન કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ પર લગામ લાગી છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય (એઆઈસીસી મુખ્યાલય) ખાતે મળેલી કોંગ્રેસની મહત્વની બેઠકમાં ચાર મોટા નિર્ણયો પર સહમતિ સધાઈ હતી.

ટ્રક ડ્રાઇવરો ટૂંક સમયમાં જ વાતાનુકૂલિત કેબિનોમાં ડ્રાઇવિંગ કરતા જોવા મળશે. મોદી સરકારે N2 અને N3 કેટેગરીની ટ્રકોની કેબિનમાં એરકન્ડિશનિંગ સિસ્ટમ ફરજિયાત બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે એર કંડિશનિંગ સિસ્ટમને ફરજિયાત કરવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને પણ સરકારની મંજૂરી મળી ગઈ છે. 

બાંગ્લાદેશની વનડે ટીમનાં કેપ્ટન તમીમ ઈકબાલે ODI WORLDCUPનાં ત્રણ મહિના પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લઈ લેવાનું એલાન કર્યું છે. આ સાથે જ તેમના 16 વર્ષ લાંબા કરિયરનો અંત થયો છે. 

શેરબજારમાં ગુરુવારે ફરીએકવાર રેકોર્ડ સર્જાયો, સેંસેક્સ 65,754,12 અને નિફ્ટી 19472 પર પહોંચીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. શરૂઆત નબળી થયા બાદ 10.10 વાગ્યે શેર બજારની ગાડી તેજીના પાટા પર આવી ગઇ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ