બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / sea-planes-to-fly-from-more-than-100-cities-in-the-country
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દેશના 100 થી વધુ શહેરોથી સી પ્લેન ઉડાડવાની તૈયારી કરી રહી છે. શિપિંગ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય બંને સી પ્લેનને લઈને સંકલન અને સંચાલન કરશે. આ માટે બંદર અને અન્ય માળખાકીય સુવિધા શિપિંગ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવશે અને સી પ્લેન નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવશે. હાલમાં, સાબરમતી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે વચ્ચે આ સુવિધા શરૂ છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આને કારણે સરકાર તમામ શહેરો વચ્ચે વિમાન સેવા શરૂ કરશે.
.jpg)
ADVERTISEMENT
ઘણી કંપનીઓએ દાખવ્યો છે રસ
શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આ માત્ર સમુદ્ર કિનારેથી વિમાન ઉડાવી શકાતું નથી. તે તળાવ અથવા નદી કાંઠે પણ ઉડાડી શકાય છે. સી પ્લેનને પર્યટન પરિવહન તરીકે વિકસાવવામાં આવશે. જે પર્યટનને પણ વેગ આપશે. તેમણે કહ્યું કે સ્પાઇસ જેટ સહિતની ઘણી એર લાઇન કંપનીઓએ રસ દાખવ્યો છે. તેને ફ્લાઇટ યોજનામાં શામેલ કરવાની યોજના છે. હાલમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા વચ્ચે આ વિમાન ઊડી રહ્યું છે.
ADVERTISEMENT
આ શહેરો માટે છે સરકારની તૈયારી
યમુના રિવર ફ્રન્ટ દિલ્હી, જયપુર, ઉદયપુર, જોધપુર, ટિહરી ડેમ, કેદારનાથ, બદરીનાથ, સુરત, પોરબંદર, શ્રીનગર (ઉત્તરાખંડ), ખિંદસી ડેમ જિલ્લા નાગપુર, કંડલા, માંડવી, દ્વારકા, મુંબઇ, સુરત, શિરડી, ગણપતિપુલે, લક્ષદ્વીપ, લોનાવીયા, આંદામાન-નિકોબાર, ઇરાઇ ડેમ ચંદ્રપુરા, અયોધ્યા, ગુવાહાટી રિવર ફ્રન્ટ, ઉમરંગો રિઝર્વેર એવા મુખ્ય શહેરો છે જ્યાંથી આ સુવિધા શરૂ કરવાની યોજનાઅ છે.
ADVERTISEMENT

2 માર્ચથી મેરીટાઇમ સમિટ
ADVERTISEMENT
શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 2 માર્ચથી બીજી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021 શરૂ થશે. તેમાં 24 દેશોનો સમાવેશ કરવામાં આવશે. આ સમિટ વર્ચુઅલ હશે, જેમાં આશરે 20 હજાર પ્રતિનિધિઓ સામેલ થવાની અપેક્ષા છે. વડા પ્રધાન આનો પ્રારંભ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.