બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / scientists discovered why hair turns grey

Hair care / તમારે સફેદ વાળ આવે છે? વૈજ્ઞાનિકોએ જાણી લીધું કેમ થાય છે આવું, રિસર્ચમાં જે તારણો નીકળ્યા તે ચોંકાવનારા

Bijal Vyas

Last Updated: 11:42 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે મોટાભાગના લોકોને સફેદવાળની સમસ્યા થઇ રહી છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે, આખરે શા માટે આપણા વાળ સફેદ થાય છે. વાંચો વિગત

  • સફેદ વાળને ફરીથી કાળા કરવા અથવા વાળ સફેદ થવાની પ્રક્રિયાને રોકવા માટે કોષને બદલવાની સારવાર
  • સંશોધકોએ ઉંદરની ચામડીમાં હાજર કોષો પર સંશોધન કર્યું
  • સફેદવાળને કાળા કરી અને સફેદ વાળ થતા અટકાવી શકે છે

અત્યારે મોટાભાગના લોકોને સફેદવાળની સમસ્યા થઇ રહી છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે, આખરે શા માટે આપણા વાળ સફેદ થાય છે. તેણે એક સંશોધન કર્યું છે જે હવે સફેદ વાળને ફરીથી કાળા કરવા અથવા વાળ સફેદ થવાની પ્રક્રિયાને રોકવા માટે કોષને બદલવાની સારવાર શોધવામાં મદદ કરી શકે છે.

જી, હાં સંશોધકોએ ઉંદરની ચામડીમાં હાજર કોષો પર સંશોધન કર્યું. આ તે સેલ્સ છે જે મનુષ્યોમાં પણ જોવા મળે છે. આને મેલાનોસાઇટ સ્ટેમ સેલ અથવા McSCs કહેવામાં આવે છે.

Health Tips: સમય પહેલા વાળ વ્હાઈટ થવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો? અપનાવો આ  ઘરગથ્થુ ઉપચાર, થશે પરેશાની દૂર | white hair problem follow these three easy  tips to make white hair black

ગર્ભના સ્ટેમ કોશિકાઓથી વિપરીત, જે તમામ પ્રકારના વિવિધ અવયવોમાં વિકાસ પામે છે, પુખ્ત સ્ટેમ કોશિકાઓ અલગ રીતે આગળ વધે છે. આપણા વાળના ફોલિકલ્સમાં મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સ આપણા વાળમાં પિંગમેન્ટ થવા અને જાળવવા માટે જવાબદાર છે.

નવા સંશોધનો દર્શાવે છે કે, જેમ જેમ વાળની ​​ઉંમર વધે છે તેમ સ્ટેમ સેલ્સ ફસાઈ જાય છે અને વાળનો રંગ પાકવાની અને જાળવવાની તેમની ક્ષમતા ગુમાવી દે છે. કેટલાક સ્ટેમ સેલ્સ, જે ઘણા વિવિધ પ્રકારના કોષોમાં વિક્સી શકે છે, તેમાં ફોલિકલ્સમાં વૃદ્ધિના ભાગો વચ્ચે ખસેડવાની વિશેષ ક્ષમતા હોય છે. જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આ કોષો તેમની હલનચલન કરવાની ક્ષમતા ગુમાવે છે, જેના કારણે આપણા વાળ સફેદ થઈ જાય છે. સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે મેલાનિન બનાવતા સ્ટેમ સેલ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે, ત્યારે આપણા વાળ સફેદ થવા લાગે છે.

સફેદ વાળથી પરેશાન છો તો આ રહ્યાં તેના રામબાણ ઇલાજ | How to get rid of white  hair

ન્યુ યોર્ક યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે, તેમના તારણો મનુષ્યો માટે કામ કરે છે, તો તેઓ સફેદવાળને કાળા કરી અને સફેદ વાળ થતા અટકાવી શકે છે.

સંશોધનના મુખ્ય લેખક કહે છે કે, નવી શોધાયેલી પદ્ધતિઓ એવી શક્યતા ઊભી કરે છે કે મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સની સમાન સ્થિતિ માનવોમાં પણ હોઈ શકે છે. જો એમ હોય તો, આ જામ થયેલા સેલ્સને વાળના ફોલિકલ કમ્પાર્ટમેન્ટમાં ફેરવી શકે છે અને માનવ વાળના કાળા અથવા સફેદ થવાને ઉલટાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ