બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / School students in a village in Dumka tied their teachers to a tree

આઘાત / VIDEO : ઝારખંડમાં સ્કૂલ ટીચરને ઝાડ સાથે બાંધીને મારવા મંડી પડ્યાં છોકરા, પરીક્ષામાં નાપાસ કરાતા લીધો બદલો

Hiralal

Last Updated: 04:33 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના દુમકામાં 9મા ધોરણના વિદ્યાર્થીઓએ નાપાસ કરવાને કારણે એક ટીચરને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો.

  • ઝારખંડના 9મા ધોરણના વિદ્યાર્થીઓનું કારસ્તાન 
  • શિક્ષકે નાપાસ કર્યાં તો લીધો બદલો
  • શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર માર્યો

સ્કૂલમાં ટીચર છોકરાઓની મારઝૂડ કરે તે સામાન્ય વાત છે પરંતુ ઝારખંડના દુમકાની એક સ્કૂલમાં આનાથી ઉલટું બન્યું. નવમા ધોરણના વિદ્યાર્થીઓએ એક ટીચરને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. 

શું છે મામલો
દુમકાની ગોપીકાંદર સ્કૂલના એક ટીચરે નવમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપ્યાં હતા જેને કારણે તેઓ નાપાસ થયા હતા. આ વાતને નારાજ થયેલા વિદ્યાર્થીઓએ બદલો લેવાનું નક્કી કર્યું અને તેમણે શિક્ષકને પાઠ ભણાવવાનો એક પ્લાન બનાવ્યો જે અનુસાર તમામ વિદ્યાર્થીઓ ભેગા મળીને શિક્ષકને પકડી લીધા અને તેમને દોરડા વડે ઝાડ વડે બાંધી દીધા હતા ત્યાર બાદ બધા વિદ્યાર્થીઓ વારાફરતી ટીચરને મારવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વાયરલ વીડિયોમાં છોકરાઓ લાઈવ ચલાવો, લાઈવ ચલાવો તેવું બોલતા જોવા મળ્યાં હતા. વિદ્યાર્થીઓ એવું પણ બોલ્યાં હતા કે આ વીડિયોને વાયરલ કરવાનો છે. 

નાપાસ થવા બદલ શિક્ષકને સજા કરવામાં આવી
હકીકતમાં ઝારખંડ બોર્ડે શનિવારે જેએસી ધોરણ 9નું પરિણામ જાહેર કર્યું હતું. દુમકાની ગોપીકંદર રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 9ના 32માંથી 11 વિદ્યાર્થીઓને ગ્રેડ ડીડી મળ્યો હતો, જે નાપાસ સમાન ગણવામાં આવે છે, એમ પોલીસે જણાવ્યું હતું. નબળા માર્ક્સ મળવાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સ્કૂલના ગણિતના શિક્ષક કુમાર સુમન, ક્લાર્ક સોનારામ ચૌરે અને અચિંતો કુમાર મલિકને સ્કૂલ કેમ્પસમાં આવેલા કેરીના ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. તેને ઈજાઓ પણ થઈ છે.શિક્ષક પર આરોપ છે કે તેણે પ્રેક્ટિકલમાં ઓછા માર્ક્સ આપ્યા હતા, જેના કારણે બાળકો ફેલ થઇ ગયા હતા. ક્લાર્કે ઝારખંડ બોર્ડની વેબસાઇટ પર ગુણ અપલોડ કર્યા. જોકે, બીડીઓ અનંત ઝાએ જણાવ્યું હતું કે, "સ્કૂલ મેનેજમેન્ટ ન તો પ્રેક્ટિકલ પરીક્ષાઓના ગુણ બતાવી શક્યું હતું, ન તો તેને ઓનલાઇન અપલોડ કરવાની તારીખ બતાવી શક્યું હતું. બાળકો થીયરીમાં નિષ્ફળ ગયાં હતાં કે પ્રેક્ટિકલમાં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

નાપાસ થવા બદલ શિક્ષકને સજા કરવામાં આવી
હકીકતમાં ઝારખંડ બોર્ડે શનિવારે જેએસી ધોરણ 9નું પરિણામ જાહેર કર્યું હતું. દુમકાની ગોપીકંદર રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 9ના 32માંથી 11 વિદ્યાર્થીઓને ગ્રેડ ડીડી મળ્યો હતો, જે નાપાસ સમાન ગણવામાં આવે છે, એમ પોલીસે જણાવ્યું હતું. નબળા માર્ક્સ મળવાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સ્કૂલના ગણિતના શિક્ષક કુમાર સુમન, ક્લાર્ક સોનારામ ચૌરે અને અચિંતો કુમાર મલિકને સ્કૂલ કેમ્પસમાં આવેલા કેરીના ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. તેને ઈજાઓ પણ થઈ છે.

પીડિત શિક્ષક અગાઉ આચાર્ય હતા 
જે ટીચરને વિદ્યાર્થીઓ દ્વારા માર પડ્યો છે તે અગાઉ આ જ સ્કૂલમાં આચાર્ચ હતા પરંતુ કોઈ કારણસર તેમને આચાર્ય પદેથી હટાવી દેવામાં આવ્યાં હતા. ઘટના સમયે મોટા ભાગના લોકો હાજર હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ