બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / SBI's refusal to provide information on SOP regarding electoral bonds

લોકસભા ચૂંટણી 2024 / ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત SOPની માહિતી આપવા SBIનો ઇનકાર, RTIના જવાબમાં કર્યો ખુલાસો

Priyakant

Last Updated: 09:48 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electoral Bonds Latest News : SBIએ ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ અને રોકડીકરણ માટેની તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરવાનો ઈન્કાર કર્યો

Electoral Bonds : લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની શાખાઓમાંથી જાહેર કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ અને રોકડીકરણ માટેની તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ RTIના જવાબમાં આ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં વાણિજ્યિક ગોપનીયતા હેઠળ આપવામાં આવેલી છૂટનો ઉલ્લેખ કર્યો હતો. 

માહિતી અધિકાર (RTI) એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં અંજલિ ભારદ્વાજે ચૂંટણી બોન્ડના વેચાણ અને તેના રોકડીકરણ માટેના SOPની વિગતો માંગી હતી. SBIના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને ડેપ્યુટી જનરલ મેનેજર એમ કન્ના બાબુએ 30 માર્ચે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, અધિકૃત શાખાઓને સમયાંતરે જારી કરાયેલ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ-2018ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) આંતરિક માર્ગદર્શિકા છે, જેમને માહિતી અધિકાર અધિનિયમની કલમ 8(1) (d) હેઠળ મુક્તિ આપવામાં આવી છે.

વધુ વાંચો: 'જ્યારે કોંગ્રેસ જીતી જાય તો...', EVM પર સવાલ ઉઠતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને આપ્યો વળતો જવાબ, જુઓ શું કહ્યું

RTI કાયદાની કલમ 8(1)(d) વ્યાપારી વિશ્વાસ, વેપારના રહસ્યો અથવા બૌદ્ધિક સંપદા સહિતની માહિતીને જાહેર કરવામાંથી મુક્તિ આપે છે જે સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Electoral Bonds RTI SBI SOP ઇલેક્ટોરલ બોન્ડ લોકસભા ચૂંટણી 2024 electoral bonds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ