બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Save! A very inauspicious yoga is happening on this date, do not do such work even by mistake, otherwise there will be dire consequences

Jwalamukhi Yog / સાચવજો! આ તારીખે બની રહ્યો છે અત્યંત અશુભ યોગ, ભૂલથી પણ ન કરતાં આવા કામ, નહીંતર ભયંકર આવશે પરિણામ

Vishal Khamar

Last Updated: 05:22 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્વાળામુખી યોગ અશુભ યોગોમાંનો એક છે. આ યોગમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ થતું નથી. કહેવાય છે કે આ યોગમાં કોઈપણ શુભ કાર્ય શરૂ કરવાથી નિરાશા મળે છે.

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તિથિ, શુભ સમય જોવામાં આવે છે.  દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જે કામ કરવા જઈ રહ્યો છે તેમાં તેને સફળતા મળે. જ્યોતિષમાં પણ ઘણા યોગો સમજાવવામાં આવ્યા છે. આ યોગોમાં સારા અને ખરાબ બંને પ્રકારના યોગ જોવા મળે છે. જ્વાળામુખી યોગ અશુભ યોગોમાંનો એક છે. આ યોગમાં ક્યારેય પણ કોઈ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ યોગ દરમિયાન ભૂલથી પણ કોઈ કામ શરૂ કરી દે તો તેને સફળતા નથી મળતી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગની પોતાની કેટલીક વિશેષતાઓ પણ છે.  કહેવાય છે કે આ યોગ શત્રુઓ પર વિજય મેળવવા માટે શુભ છે.  જો તમે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હોવ તો પહેલા જાણી લો કે આ વખતે જ્વાલામુખી યોગ ક્યારે બનવાનો છે.

ક્યારે બનવા જઈ રહ્યો છે જ્વાળામુખી યોગ

હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે જ્વાળામુખી યોગ 5 જૂન સવારે 3 વાગ્યાને 23 મિનિટે બનશે. જે 6 વાગ્યાને 39 મિનિટ પર પૂર્ણ થશે. 

કેવી રીતે બને છે જ્વાળામુખી યોગ? 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પ્રતિપદા તિથિના દિવસે મૂળ નક્ષત્ર આવે છે ત્યારે જ્વાળામુખી યોગ બને છે.
  • જ્યારે ભરણી નક્ષત્ર પંચમી તિથિ પર આવે છે ત્યારે જ્વાળામુખી યોગ રચાય છે.
  • જ્યારે કૃતિકા નક્ષત્ર અષ્ટમી તિથિ પર આવે છે ત્યારે જ્વાળામુખી યોગ રચાય છે.
  • નવમી તિથિ પર રોહિણી નક્ષત્ર આવે ત્યારે જ્વાળામુખી યોગ રચાય છે.
  • દશમી તિથિ પર આશ્લેષા નક્ષત્ર આવે ત્યારે જ્વાળામુખી યોગ રચાય છે


જ્વાળામુખી યોગનાં અશુભ અસરો

  • એવું કહેવાય છે કે જો કોઈ બાળકનો જન્મ જ્વાળામુખી યોગમાં થાય છે. તો તેને જીવનભર સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  •  જો જ્વાળામુખી યોગમાં સ્ત્રી કે પુરૂષના લગ્ન થયા હોય તો તે શુભ માનવામાં આવતું નથી. કહેવાય છે કે આવા પરિણીત યુગલનું દાંપત્ય જીવન સુખી નથી રહેતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ