બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sarvan sinh pandher know the face behind farmers protest

ખેડૂત આંદોલન / Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન

Published By: Bhavin Rawal

Last Updated: 03:31 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લું ખેડૂત આંદોલન રાકેશ ટિકૈતના નેતૃત્ત્વમાં થયું હતું, પરંતુ આ વખતના આંદોલનમાં નેતૃત્ત્વ બદલાયું છે. જાણો કોણ છે સરવનસિંહ પન્નૂ?

  • આંદોલનમાંથી ગાયબ છે રાકેશ ટિકૈત
  • પંજાબથી શરૂ થયું હાલનું ખેડૂત આંદોલન
  • ખેડૂતોની પડતર માગો પૂરી કરવાની રજૂઆત

Farmers Protest: દિલ્હી અત્યારે દેશભરના ખેડૂતોથી ઉભરાઈ રહ્યું છે. એક તરફ પોલીસ ખેડૂતોને દિલ્હીની અંદર આવતા રોકી રહી છે, બીજી તરફ ખેડૂત સંગઠનો પોતાની પૂરી તાકાત લગાવીને દિલ્હી પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. પંજાબમાંથી હજ્જારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. ખેડૂતો કેન્દ્ર સરકાર તરફથી થયેલા વાયદા પૂરા ન થવાને કારણે નારાજ છે. જો કે, આ વખતે ખેડૂતોનું આંદોલન થોડું બદલાયું છે. ગત વખત કરતા વધુ ખેડૂત સંગઠનો આ આંદોલનનો હિસ્સો બન્યા છે, સાથે જ આંદોલનનું નેતૃત્ત્વ પણ બદલાયું છે.

આંદોલનમાંથી ગાયબ છે રાકેશ ટિકૈત

ગત વખતનું ખેડૂત આંદોલન રાકેશ ટિકૈતના નેતૃત્ત્વમાં થયું હતું, જે બાદ રાકેશ ટિકૈત રાતોરાત દેશભરમાં ફેમસ થઈ ગયા હતા. પરંતુ આ વખતે રાકેશ ટિકૈત ગાયબ દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં ખેડૂતો પોતાની વાત રજૂ કરવા માટે ખેડૂત નેતા સરવનસિંહ પંધેરના નેતૃત્ત્વમાં ઉમટી પડ્યા છે. સરવનસિંહ પંધેર પંજાબના અમૃતસરના વતની છે. તેઓ માઝાના ખેડૂત સંગઠન ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ છે. સતનામ સિંહ પન્નૂ નામના ખેડૂત નેતાએ 2007માં ખેડૂત સંઘર્ષ કમિટીથી જુદા પડીને ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીની રચના કરી હતી. પંધેર આ જ સંગઠનના અગ્રણી નેતા છે.

આ સંગઠન છે આગળ પડતું

13 વર્ષ જૂની ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીનું કાર્યક્ષેત્ર અમૃતસર છે, પરંતુ પંજાબના સાતથી આઠ જિલ્લાના ખેડૂતો અને ખેત મજૂરો આ સંગઠન સાથે જોડાયેલા છે. આમ તો આ સંગઠન ખેડૂતોના હક માટે કામ કરે છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેઓ બીજા ખેડૂત સંગઠનો કરતા અલગ રીતે કામ કરે છે. 

વધુ વાંચોઃ યુક્રેન હોય કે કતાર... તમામ દેશો સાથે મનમેળ સાધવામાં PM મોદીની કૂટનીતિ છે માસ્ટર સ્ટ્રોક, જાણો 5 મોટા નિર્ણય

કોણ છે સરવનસિંહ પંધેર?

વર્તમાન ખેડૂત આંદોલન જેના નેતૃત્ત્વમાં થઈ રહ્યું છે, તે સરવનસિંહ અમૃતસરના પંધેરના વતની છે. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યસ કર્યો છે અને પંધેર પોતાનો પક્ષ મજબૂતાઈથી રજૂ કરવા માટે જાણીતા છે. વિદ્યાર્થી કાળ દરમિયાન પણ પંધેર ઘણા આંદોલનોમાં ભાગ લઈ ચૂક્યા છે. લગભગ 45 વર્ષના સરવન સિંહ પંધેર ખેડૂતોના હક માટે હંમેશા લડતા રહે છે. તેમની પાસે સવા બે એકર જમીન પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi farmers Farmers in delhi Sarvansinh Pandher farmers protest ખેડૂત આંદોલન ખેડૂતો વિરોધ સરવનસિંહ પંધેર farmers protest

Published by

Bhavin Rawal

Bhavin Rawal

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ