ડાંગ / દેશની અવ્વલ ગણાતી બે દોડવીરના પગ થંભી ગયા, સરિતાના પગમાં ઇજા થતા વર્લ્ડ ગેમ્સમાં આરામ લેશે

sarita gayakwad surgery hima das world championship

દોડમાં તોફાન મચાવીને દેશને ગોલ્ડમેડલ અપાવતી સરિતા ગાયકવાડ શાંત થઈ ગઈ છે. યુરોપના પોલેન્ડમાં દોડની તાલીમ દરમ્યાન પગમાં ઇજા થતા સરિતાના નીર શાંત થયા છે. જેની સારવાર અને ઓપરેશન નવસારીની નામાંકિત હોસ્પિટલમાં સફળતાપૂર્વક થઈ છે. જોકે 28 તારીખે વિદેશના દોહામાં રમાનારી વર્લ્ડ એથ્લેટિક્સમાં સરિતા ન જઈ શકે તે માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પગની સારવારને લઇને સરિતા ગાયકવાડે પોલેન્ડ ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ