બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Sanatan Dharma believes tulsi plant holy and worshipable, mata lakshmi resides inside it

આસ્થા / તુલસીના છોડ સાથે અપનાવો આ ઉપાય, જીવનમાં થશે પ્રગતિ અને તિજોરી છલકાઈ જશે રૂપિયાથી

Vaidehi

Last Updated: 06:53 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણકારો કહે છે કે દરરોજ તુલસીનાં છોડને પૂજવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં ધન-ધાન્યની પ્રાપ્તિ થશે.

  • તુલસીનાં છોડને પવિત્ર માનવામાં આવે છે
  • સનાતન ધર્મમાં તુલસી પૂજનીય
  • તુલસીનાં છોડને પૂજવાથી થાય છે ધનની વર્ષા

સનાતન ધર્મનાં જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીને અતિ પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં સ્થાપિત કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે દરરોજ સવારે અને સાંજે તુલસીનાં છોડ પર જળ અર્પિત કરવાથી અને ઘીવાળો દીવો પ્રજ્વલિત કરવાથી ઘરમાં ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે અને આર્થિક સંકટ પણ સમાપ્ત થઈ જાય છે.

તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને અતિપ્રિય 
તુલસીનાં છોડનું હિંદુ ધર્મમાં વિશિષ્ટ મહત્વ જણાવાયું છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પણ અતિપ્રિય હોય છે. તુલસીનાં છોડને વિધિ-વિધાનથી ઘરે સ્થાપિત કરવાથી અને પૂજા કરવાથી અનેક પ્રકારનાં આર્થિક -સામાજિક લાભ થતાં હોય છે. સાથે જ આ છોડનાં પાનનું સેવન કરવાથી શરીરને લાભ તો થાય જ છે. 

ખોવાયેલી વસ્તુ મળી જાય છે
શાસ્ત્રોમાં જણાવવામા આવ્યું છે કે જો કોઈ કિંમતી વસ્તુ ગુમ થઈ જાય અથવા તો અટકાયલું ધન ન મળતું હોય તો પ્રત્યેક ગુરુવારનાં દિવસે નાહવાનાં પાણીમાં તુલસીનાં 10 પાન અને એક ચપટી હળદર ભેળવીને તેનો સ્નાન કરવાથી વસ્તુ મળી જાય છે.

ગાયનું દૂધ તુલસીને અર્પિત કરવું
જાણકારો કહે છે કે ગુરુવારનાં દિવસે જળમાં ગાયનું દૂધ ભેળવીને તુલસીને અર્પિત કરવાથી ધન સંકટથી મુક્તિ મળે છે અને તમામ આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. તુલસીનાં છોડને ઘરમાં ઈશાન ખૂણામાં લગાવવું જોઈએ અને તેની આસપાસ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય તુલસીનાં છોડને રવિવારે અને દ્વાદશીનાં દિવસે સ્પર્શ ન કરવું કારણકે તેવું કરવાથી ધનને હાનિ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ