ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Salman Khan launches new initiative Being Haangryy, food truck running in Mumbai

VIRAL / સલમાન ખાને લોન્ચ કરી બીઇંગ હંગરી, મુંબઇના રસ્તાઓ પર ફરતુ ટ્રક લોકોને ભોજન આપે છે

Published By: Juhi

Last Updated: 07:15 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના ભાઇજાન એટલે કે સલમાન ખાન પોતાના ફેન્સનું સતત દિલ જીતી રહ્યો છે, રિયલ લાઇફમાં પણ લોકોને મદદ કરીને સામાન્ય જનતાના દિલમાં જગ્યા ખાસ જગ્યા બનાવી રહ્યો છે. જ્યાં દિવસોમાં આ કોરોના વાયરસને લઇને સતત પોતાના વીડિયોઝની મદદથી લોકોને જાગરૂક્ત કરી રહ્યા છે, તો લોકો સુધી રાશન પણ પહોંચાડી રહ્યો છે. હવે તેણે એક નવી શરૂઆત કરી છે.

ADVERTISEMENT

જી હા, સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટ્રક પર Being Haangryy લખ્યુ છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે એક પહેલ બીઇંગ હંગરી શરૂ કરી છે. આ ફૂડ ટ્રક મુંબઈમાં ફરીને લોકોને ભોજન પૂરું પાડે છે.

ટ્વિટર પર એક યુઝરે વીડિયો શેર કરી લખ્યું કે, આભાર સલમાન ખાન ભાઈ. જ્યારે પણ લોકોને જરૂર પડે ત્યારે સાઈલેન્ટલી મદદ કરવા બદલ આભાર. માણસોની સેવાએ ભગવાનની સેવા જ છે. આ વીડિયો બાદ સલમાન ખાનના ફેન્સે ભાઈ માટે ઘણી પોસ્ટ શેર કરી હતી. 

આ વીડિયોઝ પર લોકો સલમાન ખાનના વખાણ કરા રહ્યા છે અને તેના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા યૂઝર્સે કહ્યુ કે સલમાન સરને સેલ્યૂટ છે તે રિયલ હીરો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@jacquelinef143 @vanturiulia @rahulnarainkanal @imkamaalkhan @niketan_m @waluschaa @abhiraj88

A post shared by Salman Khan (@beingsalmankhan) on

 

જરૂરિયાતમંદોને કરી મદદ

સલમાન ખાન હાલ તો તેના પનવેલના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો છે. તેને અગાઉ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ટ્રક, બળદગાડી વગેરેમાં ખાવાનો સામાન ભરીને મદદ માટે રવાના કરી રહ્યો હતો. સલમાન વીડિયો શેર કરીને લોકોને લોકડાઉનનું પાલન કરવા અને ઘરે જ સુરક્ષિત રહેવા માટે આગ્રહ કરતો રહે છે. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સની કરી મદદ

આ સિવાય સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલા ડેલી વેજ વર્કર્સને એકાઉન્ટમાં રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા, તેણે એપ્રિલ મહિનામાં 16000 મજૂરોના બેંક એકાઉન્ટમાં કુલ 4.80 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Help Salman khan Social Media Video covid 19 lockdown viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ