બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / russia ukraine war sixth day Attack on a military base

રશિયા-યુક્રેન જંગ / યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયન સેનાનો સૌથી મોટો એટેક, 70થી વધુ સૈનિકોનો બોલાવ્યો ખાતમો

Dhruv

Last Updated: 10:42 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે છઠ્ઠો દિવસ થઇ ગયો છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ પર બોમ્બમારો કરી રહી છે, જ્યારે ખારકીવમાં સતત સંઘર્ષ શરૂ છે. એવામાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના 70 થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે છઠ્ઠો દિવસ
  • રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા
  •  રશિયન સેનાની કીવ તરફ આગેકૂચ

Okhtyrka માં સ્થિત મિલિટરી બેઝને અર્ટલરી (તોપ) વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. Okhtyrka શહેર ખારકિવ અને કીવ વચ્ચે આવેલું છે. તમને જણાવી દઈએ કે, રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલાં મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધી હતું.

સ્પેસ ફર્મ Maxar Technologies તરફથી સામે આવેલી તસવીરો ડરાવનારી

સ્પેસ ફર્મ Maxar Technologies તરફથી જે તસવીરો સામે આવી છે તે ખૂબ જ ડરાવનારી છે. કાફલાની સાથે કીવને અડીને આવેલા વિસ્તારોમાં સળગતા મકાનો પણ દેખાઈ રહ્યાં છે. હાલમાં આ કાફલો કીવથી અંદાજે 45 કિમી ઉત્તર-પશ્ચિમમાં જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન વચ્ચે સોમવારે બેલારુસમાં વાતચીત થઈ હતી, પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો ન હોતો. કારણ કે યુક્રેન એવું ઈચ્છે છે કે, રશિયન સેના શક્ય તેટલી વહેલી તકે સમગ્ર યુક્રેનમાંથી હટી જાય. બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે કેટલાક મુદ્દાઓ પર સમજૂતી થઈ છે. ટૂંક સમયમાં જ બીજા રાઉન્ડની બેઠક પણ થઈ શકે છે.

યુક્રેનના અલગ-અલગ શહેરોમાં એર રેડ એલર્ટ

યુક્રેનના અલગ-અલગ શહેરોમાં એર રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. Volyn, Ternopil અને Rivne Oblast માં સાયરન વાગી રહી છે. એવામાં લોકો પાસે શેલ્ટરમાં જઇને ખુદને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

એરપોર્ટ પાસે જોવા મળ્યો રશિયન સૈનિકોનો કાફલો

સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થઇ રહ્યો છે કે, રશિયન સૈનિકોનો હુમલો એંટોનોવ એરપોર્ટ પાસે છે, જે રાજધાની કીવથી 18 માઇલના અંતર પર પ્રિબર્સ્ક શહેરમાં રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. મૈક્સારે કહ્યું કે, 'રસ્તામાં કેટલાંક વાહનો થોડાં-થોડાં અંતરે જોવા મળી રહ્યાં છે. જ્યારે કેટલાંક અન્ય સૈન્ય ઉપકરણ અને યુનિટ બે અથવા તો ત્રણ વાહનો પર જ ઉપલબ્ધ છે. જે રસ્તાઓ પર કાફલો ઉપલબ્ધ છે તેની પાસે ઇવાનકીવના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરમાં કેટલાંક ઘરો અને ઇમારતોમાં આગ લાગેલી જોવા મળી રહી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ