બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ronit roy hasnt been paid since january says selling things to support 100 families

ઈન્ટરવ્યૂ / રૉનિત રૉયને જાન્યુઆરીથી પેમેન્ટ મળ્યું નથી, કહ્યું મારી પાસે જે પણ છે તે વેચી રહ્યો છે કારણ કે...

Kashyap

Last Updated: 07:20 PM, 5 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી ઍક્ટર રોનિત રૉય (Ronit Roy) એ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે જાન્યુઆરીથી કોઈ પેમેન્ટ મળ્યું નથી અને તેમના માથે 100 પરિવારોને સપોર્ટ કરવાની જવાબદારી પણ છે. આ કારણ તેમને ચીજ-વસ્તુઓ વેચીને પૈસા ભેગા કરવાની નોબત આવી છે.

રૉનિત રોયે પોતાના ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં તેમમે ચેનલ અને પ્રોડ્યુસરોને કલાકારો અને ક્રૂ મેમ્બર્સના બાકી રહેલા પૈસાની ચૂકવણી કરવાની પણ અપીલ કરી હતી. રોનિત રૉય ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી, કસોટી ઝિંદગી કી, અદાલત અને ઈતના કરોના મુઝે પ્યાર જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યાં છે. 

રોનિત રૉય (Ronit Roy)એ આ ઈન્ટરવ્યૂમાં કહ્યું, જો હું મારી વાત કરું તો મેં જાન્યુઆરીથી એક પણ પૈસો નથી કમાયો. મારા ઘણાં નાના બિઝનેસ ચાલી રહ્યાં છે પરંતુ તે માર્ચથી બંધ પડેલા છે. મારી પાસે જે પણ છે તેનાથી 100 પરિવારોને સપોર્ટ કરવા માટે વેચી રહ્યો છે. આ એ પરિવાર છે જેના માટે હું જવાબદાર છું. 

રોનિત રૉયે કહ્યું હું એટલો પૈસાદાર તો નથી પરંતુ કામ કરી રહ્યો છું. પ્રોડક્શન હાઉસ અને ચેનલોએ પણ આવું કરવું જોઈએ. જે લોકોની ઓફિસ એટલી શાનદાર છે કે જે 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ જાય છે. તેમણે આ લોકો માટે કંઈક કરવું જોઈએ. તેમણે લોકોની મદદ કરવી જોઈએ. જો આવા સમયમાં તમે ઍક્ટર્સની મદદ નહીં કરો તો તે યોગ્ય નથી. તમે લોકો તેમને 90 દિવસ બાદ ચૂકવણી કરવાના છો પરંતુ તેમને જરૂર અત્યારે છે, તેમને હમણાં જ આપો. તેઓ ભૂખ્યાં નહીં રહી શકે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે તણાવમાં આવીને કોઈ ખોટું પગલું ઉઠાવવાથી પણ બચવું જોઈએ.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Ronit roy lockdown Interview
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ