બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma scared out of his wits as fan breaches security and charges at him during MI vs RR

બીક કોને ન લાગે / VIDEO : બીક લાગતાં રોહિત શર્મા મેદાનમાંથી 'જીવ લઈને ભાગ્યો', અચાનક ફેન આવતાં ખૂબ ડર્યો

Hiralal

Last Updated: 04:53 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ફેન અચાનક મળવાં આવતાં રોહિત શર્મા ખૂબ ડરી ગયો હતો.

મુંબઈ ઈન્ડીયન્સને રોહિતનો શ્રાપ લાગ્યો કે શું? રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાની કેપ્ટનન્સીમાં મુંબઈ ઈન્ડીયન્સ IPLની ત્રણ મેચ હારી ગઈ છે અને હવે રોહિત શર્માને કેપ્ટન બનાવાની માગ ઉઠવા લાગી છે. રોહિતને પણ રમવામાં જાણે રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે આ દરમિયાન રોહિત શર્માના જીવ પર આવી જવાની એક ઘટના બની હતી. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં એક ફેન કૂદી પડ્યો હતો અને રોહિતને મળવા દોડ્યો હતો. 

રોહિતને મળવા દોડ્યો ફેન 
રોહિત તો તેની રીતે ફિલ્ડિંગ ભરી રહ્યો હતો અને તેને ખબર નહોતી કે ફેન ઉઘાડા હાથે તેને ભેટવા આવી રહ્યો છે. જેવો દોડી આવીને ફેન ભેટ્યો કે તરત રોહિત જીવ પર આવી ગયો હતો અને ઘડીક ભર તો ભાગવા લાગ્યો હતો પરંતુ પછી તેને ખબર પડી કે આ કોઈ તેનો ફેન છે અને તેને મળવા આવ્યો છે ત્યારે તેનો શ્વાસ હેઠો બેઠો હતો. પરંતુ આ દરમિયાન તે ખૂબ ડરી ગયો હતો. 

રોહિતને કેપ્ટન બનાવવાની માગ
મુંબઈ ઈન્ડીયન્સની ઉપરાઉપરી હાર બાદ રોહિત શર્માને ફરી કેપ્ટનનો તાજ પહેરાવવાની માગ ઉઠી છે. સાંસદ મનોજ તિવારીએ પણ કહ્યું હતું કે રોહિત શર્માને કેપ્ટન બનાવવો જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

MI vs RR Rohit Sharma આઈપીએલ 2024 એમઆઈ આરઆર રોહિત શર્મા Rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ