બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / rising coronavirus cases forcing governments to impose curbs and lockdowns

મહામારી / કોરોનાનો યુટર્ન : શું લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે દેશ? આ રાજ્યોમાં પરિસ્થિતિ ચિંતાજનક

Hiralal

Last Updated: 05:18 PM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર, પંજાબ,કેરળ,તમિલનાડુ, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ ફરી માથુ ઉચકતા ચિંતા વધી છે.

  • છ રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસો
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23,285 કેસ
  • મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક,ગુજરાત અને તમિલનાડુમાં સૌથી વધારે કેસો 


છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23,285 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક,ગુજરાત અને તમિલનાડુમાં નોંધાયા છે.
દેશના આઠ રાજ્યોમાં કોરોનાના ડેઈલી કેસો વધી રહ્યાં છે તેમાં ગુજરાત, હરિયાણા,  મધ્યપ્રદેશ પણ સામેલ છે. જેટલા પણ એક્ટીવ કેસ છે તેમાં 71 ટકા કરતા વધારે મહારાષ્ટ્ર અને કેરળમાં છે. 

મહારાષ્ટ્રના ઘણા હિસ્સામાં લોકડાઉન, પાબંધીઓ
મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં પ્રતિબંધો લાગુ પાડી દેવાયા છે. નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. તે ઉપરાંત અકોલા જિલ્લામાં પણ લોકડાઉન છે. નાસિક, ઠાણે, ઓરંગાબાદ,પરભણી, પુણે સહિતના જિલ્લામાં પણ પ્રતિબંધો લદાયા છે. આ વિસ્તારની શાળાઓ બંધ કરી દેવાઈ છે. નાઈટ કર્ફ્યુ પણ લાગુ છે. 

પંજાબના પાંચ જિલ્લામાં નાઈટ કર્ફ્યુ
પંજાબમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચેપના ફેલાવાને અટકાવવા પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહિબ સહિત મોહાલીમાં વહિવટીતંત્ર દ્વારા નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઈટ કર્ફ્યુ રાતના 11 થી સવારના પાંચ સુધી અમલમાં રહેશે. છેલ્લા 24 કલાકમાં પંજાબમાં કોરોનાના 1310 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 18 લોકોના મોત થયા છે.પંજાબના આરોગ્યપ્રધાન બલબીર સિંહ સિદ્ધુએ જણાવ્યું કે અમે એક દિવસમાં 30,000 ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. હાલમા તો રાજ્યમાં સંપૂર્ણ લોકાડાઉન લાદવાનું કોઈ આયોજન નથી અને લોકડાઉનનો અંગેનો કોઈ નિર્ણય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ કરશે. જો પંજાબમાં કોરોનાની ગતિ ન અટકી તો હજુ બીજા પણ આકરા પ્રતિબંધો લાગુ પાડવામાં આવી શકે છે. રાજ્યના નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ હોવા છતાં પણ મનપ્રીત સિંહ બાદલ ગૃહમાં હાજર રહીને નાણા બજેટ રજૂ કર્યું હતું જેને કારણે ધારાસભ્યો અને મુખ્યમંત્રીના પણ કોરોના પોઝિટીવ હોવાનો ખતરો વધી ગયો છે.  

ગુરુગ્રામમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા થઈ 18 
ગુરુગ્રામમાં બુધવાર સુધી 18 કન્ટેનમેન્ટ ઝોન બનાવાયા છે આ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યાં છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ છે અને રેન્ડમ ટેસ્ટિંગ કરાઈ રહ્યાં છે. જે એરિયા હોટસ્પોટ બન્યાં છે તેને કોર્ડન ઓફ કરી દેવાયા છે. માસ્ક વગર રખડતા લોકો પાસેથી તગડો દંડ વસૂલાઈ રહ્યો છે. 

ગાઝિયાબાદમાં એક ઠેકાણે 21 પોઝિટીવ, વિસ્તાર સીલ
ગાઝિયાબાદમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ ફેસિલિટીમાં 21 એન્જિનિયર્સ કોરોના પોઝિટીવ નીકળતા પ્રશાસને આગામી 14 દિવસ સુધી પરિસરને સીલ મારી દીધું છે. ગાઝિયાબાદમાં 6 મહિના બાદ આવી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હીમાં 2 મહિના બાદ કોરોનાના કેસોમાં વધારો

રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે દિલ્હીમાં 409 કેસ સામે આવ્યાં છે જે ગત 9 જાન્યુઆરી પછી સૌોથી વધારે છે. એક્સપર્ટ્સે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે વધી રહેલા કેસો દેશમાં કોરોનાની બીજી લહેર પણ હોઈ શકે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર દિલ્હીમાં નવા કેસોની સંખ્યા 0.59 ટકા વધી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ