બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Resumption of visa service from India for Canadians from today

ખુશખબર / કેનેડાના લોકો માટે આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ, આ 4 કેટેગરીમાં કરી શકાશે અરજી

Priyakant

Last Updated: 08:58 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Visa Service News: કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે ભારત વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં એન્ટ્રી વિઝા બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે

  • ભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ 
  • એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા ફરી શરૂ 
  • કેનેડાના લોકો માટે આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ

India Canada Visa Service : ભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, આ આદેશ આજથી જ એટલે કે 26 ઓક્ટોબર 2023થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે તેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે. ભારતીય હાઈ કમિશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

નોંધનિય છે કે, આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જોકે સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી.

આ દરમિયાન 21 સપ્ટેમ્બરે કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી. BLS ઈન્ટરનેશનલ દ્વારા જાહેર  કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી એટલે કે 21 સપ્ટેમ્બર 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિઝા ન આપી શકવા પાછળનું કારણ શું હતું?
કેનેડામાં ભારતીય વિઝા સેવાઓના પોર્ટલ પર એક સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી. આમાં ભારતીય મિશનોને સંબોધિત કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા આપવાની પ્રક્રિયાને આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકોને અપડેટ માટે વેબસાઇટ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ