ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Restaurant in Salangpur Dham at a cost of 55 crores
Last Updated: 04:03 PM, 5 April 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
હનુમાન દાદાની 4 કરોડ રૂપિયાના ખર્ચે મૂર્તિ તૈયાર થઇ છે. હનુમાન દાદાની આ મૂર્તિના સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકશો. 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવી. 11,900 સ્ક્વેર ફૂટમાં બનશે વાવ અને એમ્ફી થિએટરનું નિર્માણ કરવામાં આવશે. એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું છે. 3 લાખ સ્કેવર ફૂટમાં ભોજનાલય પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકે તેવું બનાવવામાં આવ્યું છે. ત્યારે ભોજનાલય લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. અહીંની મેસમાં થર્મલ બેઝથી તૈયાર થશે રસોઇ. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી. ત્યારે હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવનાર છે.
ADVERTISEMENT

મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યું
સાળંગપુર ધામ હવે 'કિંગ ઓફ સાળંગપુર' તરીકે ઓળખાશે. આ માટે અહીં જે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે તે માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી આ મુર્તિ જોઇ શકાશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થયો છે જેમાં 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ રાખવામાં આવી છે.દક્ષિણ મુખી આ મુર્તિને વાસ્તુ પ્રમાણે ગોઠવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 11,900 સ્ક્વેર ફૂટમાં વાવ અને એમ્ફી થિએટર બનાવવામાં આવ્યું છે. આ આ એમ્ફી થિએટરમાં 1500થી વધુ દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરાશે
ADVERTISEMENT
ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. જે 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે. આ ભોજનાલયમાં એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે. લેટેસ્ટ ટેકનોલોજીથી તે સજ્જ છે અહીં થર્મલ બેઝથી રસોઇ તૈયાર કરવામાં આવશે. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી મુકવામાં આવી છે. હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. હનુમાન જયંતીનાં દિવસે આ જગ્યા લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.
.png)
ADVERTISEMENT
255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”.
ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે. ત્યારે 55 કરોડના ખર્ચે થયુ “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું નિમાર્ણ થયું છે. જેમાં 4 હજાર હરિભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 7 વીઘામાં ભોજનાલય પથરાયેલુ છે. તેમજ 3લાખ 25 હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”.
.png)
ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી બનશે રસોઈ
ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો
ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવી. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે. 25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. આ ટાઈલ્સ મોરબીમાં 3 મહિનામાં બનાવાઈ. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.