બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Resignation of Dr. Neema Acharya as the Acting Speaker of the Legislative Assembly

રાજીનામું / વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યનું રાજીનામું

Mehul

Last Updated: 08:09 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યનું રાજીનામું.હવે નવા અધ્યક્ષની થશે વરણી

  • ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષપદ ખાલી 
  • કાર્યકારી અધ્યક્ષ ડો.નીમાબહેન આચાર્યનું રાજીનામું 
  • હવે નવા અધ્યક્ષ પર સૌની નજર 

ગુજરાતમાં નવી સરકારની રચના સાથે જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી હતી.હવે કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યે રાજીનામું આપી દીધું છે.રૂપાણી સરકારમાં રહેલા રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં કેબીનેટ કક્ષાના પ્રધાન બનાવાતા તેમને શપથ ગ્રહણના બે કલાક પૂર્વે જ વિધાનસભા અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું હતું,અને તુરંત જ ડો.નીમા આચાર્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી. 

નવા અધ્યક્ષ કોણ ?

સોમવારે બપોરે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યે રાજીનામું આપી દીધું છે.હવે આગામી દિવસોમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થશે.ત્યારે ડો.નીમાબહેન આચાર્ય વિધાન્સભાધ્યક્ષ બનશે કે અન્ય કોઈને વિધાનસભા અધ્યક્ષ બનાવાય છે તેના પર સૌની નજર રહેશે. 

કોંગ્રેસમાંથી ભાજપમાં 
  સુરેન્દ્રનગરના દૂધરેજ માં 2 ડીસેમ્બર 1947 માં જન્મેલા ડો નીમાબહેન 73 વર્ષની વયના છે .ડો નીમા આચાર્ય 2002 અને 2007માં કોંગ્રેસમાથી ધારાસભ્ય રહ્યા હતા.2007માં પાર્ટી વિરોધી પગલું ભરતા તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂટણીમાં ભૈરોસિંહ શેખાવતને વોટ આપ્યો હતો. આ પાર્ટી વિરોધી ગતિવિધિ બદલ તેઓને કોંગ્રેસમાંથી બહાર કરી દેવામાં આવતા તેઓએ ભાજપનો માર્ગ પકડ્યો હતો. વર્ષ 2009માં ચૂંટણી સમયે થયેલી મારામારીની એક ઘટનાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા  ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ મનોજ ૫નારાને એક વર્ષની કેદની સજા તથા રૂ.બે હજારનો દંડ ફટકારતો ચૂકાદો જાહેર કરાયો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ