બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Residents in Rajkot suffered from the torture of people who drank alcohol

રોષ / VIDEO/ ‘દારુ અહીં નહી’ અહીંયાથી 500 મીટર દૂર લોહાનગરમાં મળે છે', રાજકોટમાં લાગ્યા પોલીસની આંખ ઉઘાડતા પોસ્ટર, તંત્ર હજુ કયા નશામાં?

Kishor

Last Updated: 12:39 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની એક ઘટના સામે આવી છે, જ્યાના રહેવાસીઓ દારુડિયાઓથી એ હદ સુધી કંટાળી ગયા છે કે, તે લોકોએ આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક અનોખી રીત શોધી છે.

  • રાજકોટમાં સમસ્યાના સમાધાન માટે અનોખી રીત
  • દારૂબંધીના દાવાઓની ખોલી પોલ
  • લોહાનગરના પોસ્ટરોએ ખેંચ્યું ધ્યાન

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી ઉધોગનગર કોલોની ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉદ્યોગનગર કોલોનીનાં રહેવાસીઓએ દારુ પીનારા લોકોનાં ત્રાસથી કેટલા ત્રાહિમામ થઈ ગયા છે. તેના કારણે  જ શરાબ પીનારા લોકોને સોસાયટીથી દૂર રાખવા માટે અનોખા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાંનાં એક પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, ‘દારૂ અહીં નહિ - અહિયાંથી 500 મીટર દૂર ‘લોહાનગર’ માં મળે છે.’ દારુ પીને સોસાયટીમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહી. 

દારૂ 500 મિટર દૂર લોહાનગરમાં મળે છે

જ્યારે સોસાયટીનાં લોકો સાથે આ પોસ્ટર લગાવવા બાબતની વાત કરી ત્યારે સ્થાનિકોએ કહ્યું કે, ‘આ પોસ્ટર લગાવવાની મુહિમ સોસાયટીની બહેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી છે.’ લોકોએ એક પોસ્ટરમાં લખ્યું છે કે, દારૂડિયાઓએ આ શેરીમાં દારૂ ઢીંચી પ્રવેશ કરવો નહીં, જ્યારે બીજા પોસ્ટરમાં એવું છે કે, આપણી બહેન દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોલોનીના તમામ રહેવાસીઓને તાકીદ કરવામાં આવે છે કે, તમારા ઓરડાઓ પરપ્રાંતીઓને ભાડે આપવા નહીં! જ્યારે ત્રીજા પોસ્ટરમાં લખ્યું છે કે, દારૂ અહીં નહીં. પરંતુ અહિંયાથી 500 મિટર દૂર લોહાનગરમાં મળે છે.આમ ઠેર-ઠેર પોસ્ટરો લગાવી લોકોએ પોતાની વેદના ઠાલવી છે.


જો કે, આ મુહિમની વચ્ચે બીજો એક પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે, જ્યારે રહેવાસીઓ લોહાનગરમાં દારુનું વેચાણ થાય એવો દાવો કરી રહ્યા છે તો શું ખરેખર ત્યા દારુ વેચાય છે? અને જો ત્યા દારુ વેચાય છે? તો ત્યાની પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે? તે જાણવું પણ રસપ્રદ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ