પોરબંદર બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે રેશમા પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા લોકસભાની ચૂંટણી વધુ રસપ્રદ બની છે.
પોરબંદર લોકસભા બેઠકમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયુ છે. ત્યારે આજે પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલે આજે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કીર્તિ મંદિર ખાતે ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી.
પોરબંદર લોકસભા બેઠક ઉપર આ વખતે ચુંટણી જંગ જામશે. કોંગ્રેસ, ભાજપની સાથે સાથે અપક્ષ પણ મેદાને છે. પાસના પૂર્વ કન્વીનર રેશ્મા પટેલે અગાઉથી જ પોરબંદર બેઠક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આજે તેઓએ વિધીવત રીતે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેશમા પટેલ આજે પોરબંદર ખાતે આવી પહોચ્યા હતા. સૌ પ્રથમ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીને સુતરની આટી અર્પણ કરી હતી.
ત્યારબાદ તેઓ જીલ્લા કલેક્ટકર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા. ત્યાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષમાંથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી . આ દરમિયાન રેશમા પટેલે જણાવ્યું કે, લોકો ભાજપ અને કોંગ્રેસ બંનેથી ત્રસ્ત છે. ત્યારે લોકોના કામ કરવા માટે હું મેદાને આવી છું.
રેશ્મા પટેલે અપક્ષા ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ ઉપર પણ પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારના લોકોની વેદના કોઈ સમજતુ નથી. ત્યારે તેઓ લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રશ્રોને વાચા આપશે. પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપે પટેલ જ્ઞાતિના ઉમેદવારોની પસંદગી કરી છે. ત્યારે અપક્ષમાં પણ હવે પાટીદાર મહિલા અગ્રણીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર રસાકસીનો જંગ જોવા મળશે.