ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / reliance-to-roll-out-own-vaccination-programme-r-surakshaa-know-who-and-when-get-vaccinated

કોવિડ 19 / રસીકરણ મુદ્દે રિલાયન્સનો મોટો નિર્ણય, પોતાના વેકસિનેશન પ્રોગ્રામ R-Surakshaની કરી જાહેરાત

Published By: Nirav

Last Updated: 08:51 PM, 23 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના રસીકરણના ચોથા તબક્કાની શરૂઆત 1 મેથી થઈ રહી છે. આ અંતર્ગત, 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો કોરોના રસીકરણ કરાવી શકશે.

ADVERTISEMENT

  • કોરોના રસીકરણને લઈને રિલાયન્સનો નિર્ણય 
  • મુકેશ અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને લખ્યો પત્ર 
  • પોતાના કર્મચારીઓ અને પાત્ર સ્વજનોના રસીકરણનો ખર્ચ કંપની ભોગવશે 

દેશમાં કોરોના રસીકરણના ચોથા તબક્કાની શરૂઆત 1 મેથી થઈ રહી છે. આ અંતર્ગત, 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો કોરોનાને રોકવા માટે રસીનો ડોઝ મેળવી શકશે. દરમિયાન, દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો કોરોના રસીકરણ કાર્યક્રમ R-Suraksha ની જાહેરાત કરી છે. આ અંતર્ગત, રિલાયન્સના 18 વર્ષથી ઉપરના કર્મચારીઓ અને પાત્ર પરિવારના સભ્યોને 1 મેથી નિ:શુલ્ક રસી આપવામાં આવશે.

રિલાયન્સ ચેરમેને લખ્યો પત્ર 

રિલાયન્સના ચીફ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ પરિવારના તમામ કર્મચારીઓને પત્રમાં લખ્યું છે કે ભારત હાલમાં કોરોનાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. આ રોગચાળાને કારણે દેશના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ઉપર ખૂબ જ દબાણ છે. કોરોના સંક્રમણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ વધારો આવતા કેટલાક અઠવાડિયા સુધી દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણે વધુ કાળજી લેવાની જરૂર છે. મુકેશ અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને ખાતરી આપી હતી કે રિલાયન્સ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ કર્મચારીઓના ફાયદા માટે તેમની સાથે છે.

R-Suraksha કાર્યક્રમ 1 મેથી શરૂ થવાનો છે

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સના ઘણા કર્મચારીઓએ કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ કરાવ્યું હતું. રિલાયન્સ તમામ કર્મચારીઓના રસીકરણનો ખર્ચ ઉઠાવી રહી છે અને આગળપ ઉઠાવતી રહેશે. સરકારે જાહેર કરેલા કોરોના રસીકરણના નવા તબક્કાની સાથે, રિલાયન્સ પોતાનો રસીકરણ કાર્યક્રમ R-Suraksha શરૂ કરી રહી છે. આ અંતર્ગત રિલાયન્સના તમામ લોકેશન્સ પર કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં 18 વર્ષથી વધુની રિલાયન્સના તમામ કર્મચારીઓ શામેલ હોઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Reliance Industries covid vaccination drive vaccination program કોરોના મુકેશ અંબાણી રસીકરણ covid 19

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ