બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Reliance industries mukesh ambani announces rights issue know everything share market bse |

બજાર / રિલાયન્સ લાવશે 53000 કરોડના રાઈટ્સ ઈશ્યૂ, જાણો તમે કેવી રીતે ઉઠાવી શકો ફાયદો

Published By: Juhi

Last Updated: 09:15 PM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગત વર્ષ 2020ના ચૌથું ત્રિમાસિક પરિણામ જાહેર કર્યુ, જે અનુસાર, કંપનીના વાર્ષિક આધાર પર નફો લગભગ 39 % ઘટીને 6348 કરોડ રૂપિયા રહ્યો. આ સિવાય કંપનીએ એક મોટો નિર્ણય કર્યાની પણ જાહેરાત કરી છે.

  • રાઇટ ઇશ્યૂ 1257 રૂપિયા પ્રતિ શૅરની કિંમત પર લાવવામાં આવશે
  • રાઇટ્સ ઇશ્યૂ લાવવાની મદદથી કંપનીનું દેવું ઓછુ કરવામાં આવશે
     

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આવેલા નિવદેન અનુસાર, કંપનીના બોર્ડે રાઇટ્સ ઇશ્યૂની મંજૂરી આપી દીધી છે. રાઇટ્સ ઇશ્યૂની મદદથી કંપની પોતાના શૅર હોલ્ડર્સ પાસેથી 53000 કરોડ રૂપિયાથી વધારે રકમ ભેગી કરી શકે છે. પરંતુ સવાલ એમ છે કે, રાઇટ્સ ઇશ્યૂ શું છે અને આ નફાની ડીલ છે કે નહી તે વિશે જાણીએ.. 

કંપની કેમ લાવે છે રાઇટ્સ ઇશ્યૂ

વાસ્તવમાં સ્ટોક એક્ચેન્જમાં લિસ્ટેડ કંપનીઓને જ્યારે રૂપિયાની જરૂર પડે છે ત્યારે રાઇટ્સ ઇશ્યૂની પસંદગી કરે છે. સામાન્ય રીતે કંપનીના વેપારનો વિસ્તાર અથવા તો બીજી કંપની અધિગ્રહણ માટે રૂપિયા ભેગા કરે છે. કેટલીક કંપનીઓ ખોટ ઓછું કરવા માટે રાઇટ્સ ઇશ્યૂની પસંદગી કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ દેવાને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો છે. તમને જણાવી દઇએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 29 વર્ષ પછી સાર્વજનિક રૂપથી ફંડ ભેગું કરશે. વિત્ત વર્ષ 2021માં પહેલી ત્રિમાસિકમાં કંપનીની 1.04 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. 

રાઇટ્સ ઇશ્યૂ શું છે

રાઇટ્સ ઇશ્યૂની મદદથી કંપની પોતાના શેરધારકોને વધારે શૅર ખરીદવા માટે મૌકો આપે છે. આ માટે કંપની સમય નક્કી કરે છે અને આ સમયમાં શૅર ખરીદી શકાશે. એટલે કે જો તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર છે તો તમે રાઇટ્સ ઇશ્યૂની મદદથઈ શૅર ખરીદી શકશો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઇટ ઇશ્યૂ 1257 રૂપિયા પ્રતિ શૅરનો ભાવ લાવશે.

જોકે રાઇટ ઇશ્યૂ હેઠળ 15 શૅર સુધી એક રાઇટ શૅર જારી કરવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 15 શૅર છે ત્યારે જ તમે શૅર ખરીદી શકો છો. જો તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 15 થી ઓછા શૅર છે તો આ લાભ નહી લઇ શકાય. 

નફા કે ખોટની ડીલ

આમ જોવા જઇએ તો આ સસ્તી ડીલ છે. કેમકે બીએસઇ ઇન્ડેક્સમાં પણ રિલાયન્સના શૅરની કિંમત 1467 રૂપિયાનો ભાવ છે. આ રાઇટ ઇશ્યૂ હેઠળ શૅર ખરીદવા પર 1257 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે જે ભાવ પર રાઇટ ઇશ્યૂ આપવામાં આવશે તો બજાર ભાવમાં લગભગ 15 % ઓછુ છે. જો રૂપિયાનું હિસાબ કરવામાં આવે તો 210 રૂપિયાનું અંતર છે જે લાભદાયી કહી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani RIL Reliance Reliance Industries Limited Rights Issue business Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ