ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / reliance-foundation-is-going-to-increase-covid-bed-capacity-in-mumbai-nita-ambani-said-this
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોનાની બીજી લહેરના વિષમ પરિણામોના કારણે દેશ હાલમાં અત્યંત નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે, દર્દીઓ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની રાહ જોતાં જોતાં જોવ છોડી રહ્યા છે, ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ સ્થિતિ કઇંક હદે આવી જ છે.
આવી સ્થિતિમાં મદદ માટે વધુ એક વાર રિલાયન્સ ગ્રુપ આગળ આવ્યું છે, આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ મામલે અમુક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ખાસ કરીને મુંબઇમાં 650 બેડની સુવિધા વિકસાવવાનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે, નોંધનીય છે કે આની પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ ઓક્સિજન સપ્લાય કરીને રિલાયન્સ દ્વારા મદદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

જાણો મહત્વની બાબતો
ADVERTISEMENT

જાણો સંસ્થાના ચેરપર્સન નીતા અંબાણીએ શું કહ્યું?
ADVERTISEMENT
કોવિડની સારવાર અંગે સંકલિત સુવિધાઓના વિસ્તાર અંગે બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, "રિલાયન્સ ફાઉન્ડેશન આપણા રાષ્ટ્રની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ મહામારી સામેની ભારતની અવિરત લડાઈમાં યોગદાન આપવું એ અમારી ફરજ છે. અમારા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થકેર સ્ટાફ થાક્યા વગર સતત તેમના કાર્યો કરી રહ્યા છે અને જરૂરિયાતમંદોને શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી તેમની જિંદગી બચાવવા માટે પ્રયાસરત છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈમાં કુલ 875 બેડ્સની સુવિધાનું સંચાલન કરશે."
"અમે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દમણ, દીવ અને નગર હવેલીને તદ્દન નિઃશુલ્ક આપી રહ્યા છીએ. આ પુરવઠાને આગામી દિવસોમાં વધારાશે. ભારત અને મુંબઈ શહેર માટે આકરી કસોટીના આ સમયમાં એક ભારતીય તરીકે દેશની સેવા કરવાના અમારા સમર્પણને અકબંધ રાખવા અમે પ્રતિબદ્ધ છીએ," તેમ નીતા અંબાણીએ ઉમેર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો