બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Register this time of OPD for the treatment of 'Sriganesh', 10 diseases in Rajkot, the first AIIMS of Gujarat!

આતુરતાનો અંત / ગુજરાતની પ્રથમ AIIMSના રાજકોટમાં 'શ્રીગણેશ',10 જેટલા રોગની સારવાર માટે OPDનો આ સમય નોંધી લો !

Mehul

Last Updated: 04:39 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રાજ્યની પ્રથમ AIIMSની શરૂઆત. AIIMS માટે OPDની શરૂઆત કરી દેવામાં આવી. AIIMS ખાતે 10 જેટલા રોગોની સારવાર કરવામાં આવશે.

  • રાજ્યની પ્રથમ AIIMSની શરૂઆત
  • OPDની શરૂઆત કરી દેવામાં આવી 
  • 1200 કરોડના ખર્ચે એમ્સનું નિર્માણ 

રાજકોટમાં રાજ્યની પ્રથમ AIIMSની શરૂઆત કરવામાં આવી છે. AIIMS માટે OPDની શરૂઆત કરી દેવામાં આવી છે. પરાપીપળીયા ખાતે ધાર્મિક પૂજા સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. AIIMS ખાતે માત્ર 10 રૂપિયામાં દર્દીઓની ચકાસણી કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી OPD ચાલુ રહેશે. હાલ AIIMS ખાતે 10 જેટલા રોગોની સારવાર કરવામાં આવશે. રાજકોટ AIIMSની એક મોબાઇલ એપ પણ બનાવવામાં આવી છે. જે એપ થકીથી ડોકટર અને સારવાર બંને માટે સમય પણ બુક કરી શકાશે.

1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ 

રાજકોટમાં પરાપીપડીયા તેમજ ખંઢેરી ગામ પાસેની 120 એકર જમીન ઉપર એઇમ્સ હોસ્પિટલ બનનાર એમ્સ હોસ્પિટલમાં તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની સવલતોનો લાભ મળતો થશે. એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો થશે.

હોસ્પિટલની 25 માળની ઈમારત 

AIIMSની મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને RUDAએ મંજૂરી આપી છે.પ્રથમ તબક્કામાં કુલ 25 ઈમારતના આયોજનને મંજૂરી મળી છે. અત્યાર સુધી 24 ઈમારતના બાંધકામને મંજૂરી મળી હતી. ત્યારે આજે AIIMS હોસ્પિટલની મુખ્ય ઈમારતને મંજૂરી મળી છે. મુખ્ય ઈમારતમાં ભોયરા સાથે કુલ 5 માળનું બાંધકામ કરાશે. હોસ્પિટલના બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સારવાર કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે.

.

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ રાજકોટમાં નિર્માણ પામનારી એમ્સને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા હતા. રાજકોટ એઈમ્સન માટે ફોર લેન અને સિક્સ લેન રોડ બનવવામાં આવશે. પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો રસ્તો બનાવવામાં આવશે. જેનું નવેમ્બર સુધીમાં કામકાજ પૂર્ણ કરી લેવામાં આવશે. એમ્સ હોસ્પિટલના વિભાગોને લઈ રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમજ OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ કરવામાં આવનાર છે. આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો છે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી. રાજકોટમાં બારસો કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બનશે. 

સંકળાયેલા મુદ્દાઓ

120 એકર જમીન 1200 કરોડ 2022 અંત OPD એમ્સ હોસ્પિટલ રાજકોટ rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ