બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:02 PM, 9 April 2024
IPL 2024માં 8 એપ્રિલે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને 7 વિકેટે હરાવી દીધું. મેચના સૌથી મોટા મોટો હીરો 'પ્લેયર ઓફ ધ મેચ' રવિન્દ્ર જાડેજા રહ્યો. જાડેજાએ જબરદસ્ત બોલિંગ કરી અને 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી, જયારે તેણે 2 કેચ પણ પકડ્યા.
ADVERTISEMENT
.@imjadeja set the ball rolling for @ChennaiIPL & bagged the Player of the Match award as #CSK beat #KKR at Chepauk 👏 👏
— IndianPremierLeague (@IPL) April 8, 2024
Scorecard ▶ https://t.co/5lVdJVscV0#TATAIPL | #CSKvKKR pic.twitter.com/cjMwEo83hB
ADVERTISEMENT
જાડેજાએ જ કોલકાતાના હાઈ રન રેટ પર લગામ લગાવી. આ દરમિયાન જાડેજાએ IPLમાં 15મી વખત 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીત્યો. આ સાથે જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોનીના 15 IPL પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડની પણ બરાબરી કરી લીધી. હવે તે થાલાને પણ પાછળ છોડી શકે છે.
સાથે જ કોલકાતા સામેની જીતથી ચેપોક મેદાન પર ચેન્નઈનો દબદબો પણ બની રહ્યો. CSKએ ચેપોકમાં KKR સામે 11માંથી 8 IPL મેચ જીતી છે.
જો કે, 138 રનના ટાર્ગેટના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે માત્ર 17.4 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 58 બોલમાં 67 રનની અણનમ ઇનિંગ રમી. જ્યારે શિવમ દુબેએ 28, ડેરિલ મિશેલે 25 અને રચિન રવિન્દ્રએ 15 રન બનાવ્યા. KKR તરફથી વૈભવ અરોરાએ 2 અને સુનીલ નારાયણે 1 વિકેટ લીધી.
Another day at Anbuden! 🥳✅#CSKvKKR #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ovC5u589aF
— Chennai Super Kings (@ChennaiIPL) April 8, 2024
ચેન્નઈએ અત્યાર સુધીમાં આ સિઝનમાં 5 માંથી 3 મેચ જીતી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ શ્રેયસની કેપ્ટનશીપમાં કોલકાતાની ટીમ આ સિઝનમાં પોતાની પહેલી મેચ હારી છે. કોલકાતાએ પહેલી ત્રણ મેચ જીતી હતી.
મેચમાં કોલકાતાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. KKRએ મેચના પહેલા જ બોલ પર ફિલ સોલ્ટની વિકેટ ગુમાવી દીધી. આ પછી ટીમ થોડું સારું રમી પરંતુ મિડલ ઓર્ડર બગડી ગયો. સતત પડી રહેલી વિકેટો વચ્ચે KKRની ટીમ 9 વિકેટે 137 રન જ બનાવી શકી હતી.
કેપ્ટન શ્રેયસ અય્યરે 34, સુનીલ નરેને 27 અને અંગક્રિશ રઘુવંશીએ 24 રન બનાવ્યા. આ સિવાય કોઈ બેટ્સમેન સારું રમી શક્યો નહીં. ચેન્નઈ ટીમ માટે સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 18 રન અને ઝડપી બોલર તુષાર દેશપાંડેએ 33 રન આપીને 3-3 વિકેટ લીધી. જ્યારે મુસ્તાફિઝુર રહેમાનને 2 અને મહિષ તિક્ષ્ણાને 1 સફળતા મળી.
15 - એમએસ ધોની
15 - રવિન્દ્ર જાડેજા
12 - સુરેશ રૈના
10 - ઋતુરાજ ગાયકવાડ
10 - માઈકલ હસી
IPL 2024માં CSKએ તેના હોમ ગ્રાઉન્ડ ચેપૌક પર 3 મેચ રમી છે અને આ 3 મેચમાં જીત મેળવી છે, જયારે હોમગ્રાઉન્ડથી દૂર 2 મેચ રમી છે અને આ બંને મેચમાં હારી ગઈ છે.
વધુ વાંચો: પહેલા કોહલી તો હવે ધોની! CSK vs KKR મેચ બાદ ગૌતમ ગંભીર અને માહી લાગ્યા ગળે, VIDEO વાયરલ
IPL 2024માં ચેપોક મેદાન પર KKR ટીમ 14 મેચ રમી છે, જેમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.