બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ravi Shastri: 6 sixes in 6 balls, win the World Cup for India; Then retired at the age of 30

Birthday Special / Ravi Shastri: 6 બોલમાં 6 સિક્સર, ભારત માટે જીત્યો વર્લ્ડ કપ; પછી 30 વર્ષની વયે લીધી હતી નિવૃત્ત

Megha

Last Updated: 11:37 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને એ જ વર્ષમાં ODI ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું પરંતુ 30 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

  • રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી 
  • 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના તેઓ ખેલાડી હતા
  • ટીમ ઈન્ડિયાના કોચ પણ રહી ચૂક્યા છે શાસ્ત્રી 

ભારતે વિશ્વને એક કરતા વધુ મહાન બેટ્સમેન આપ્યા છે અને આમાં રવિ શાસ્ત્રીનું નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે રવિ શાસ્ત્રીએ પોતાની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. આજે એટલે કે 27 મેના દિવસે શાસ્ત્રી તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. નોંધનીય છે કે 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના તેઓ ખેલાડી હતા અને ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી છે. પરંતુ 30 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. 

1981માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો જન્મ 27 મે 1962ના રોજ મુંબઈ, મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી છે. જણાવી દઈએ કે ભારત માટે વર્ષ 1981માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને એ જ વર્ષમાં ODI ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું. શાસ્ત્રી પ્રથમ મેચમાં 6 વિકેટ લઈને જોરદાર પ્રદર્શનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ ઉભી કરી હતી. 

મેદાનની બહાર પણ રહ્યા હતા ચર્ચામાં 
રવિ શાસ્ત્રી પોતાની રમત સિવાય મેદાનની બહાર પોતાના ધમાકેદાર વલણના કારણે ચર્ચામાં રહ્યા હતા. ક્રિકેટ જગતમાં તેની સફર બોલર તરીકે શરૂ કરી હતી જે પછી એમને એમનું ધ્યાન બેટિંગ તરફ વાળ્યું હતું. જણાવી દઈએ કે શાસ્ત્રી 1983 ODI વર્લ્ડ કપ ટાઈટલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. તે આ સાથે જ 1985માં મુંબઈ અને બરોડા વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. એ સમયએ આવું કરનાર તેઓ માત્ર બીજા બેટ્સમેન હતા. 

રવિ શાસ્ત્રીએ ભારત માટે 80 ટેસ્ટમાં 3830 રન બનાવ્યા જેમાં 11 સદી સામેલ છે. આ સિવાય તેણે ટેસ્ટ મેચમાં 151 વિકેટ લીધી છે. 150 વનડેમાં 3108 રન બનાવ્યા અને 129 વિકેટ લીધી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેને કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું. 

ટીમ ઈન્ડિયાના કોચ પણ રહી ચૂક્યા છે શાસ્ત્રી 
રવિ શાસ્ત્રી વર્ષ 2014માં ભારતીય ક્રિકેટ ટીમના ડાયરેક્ટર બન્યા હતા અને 2015 ODI વર્લ્ડ કપ સુધી આ પદ પર રહ્યા હતા. બે વર્ષ બાદ તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યા હતા. એમની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ વિદેશમાં ઘણી દ્વિપક્ષીય સીરિઝ જીતી હતી. એમની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ