બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Ram has come..Our Ramla will no longer live in a tent: PM Modi's address from Ayodhya Temple

અયોધ્યા રામ મંદિર / 'રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે પણ તે લોકો..' PM મોદીએ અયોધ્યાથી આપ્યો સદભાવના સંદેશ

Priyakant

Last Updated: 02:35 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા, આપણાં રામલલા હવે ટેન્ટમાં નહીં રહે

  • અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી PMનું સંબોધન
  • સદીઓની રાહ જોયા બાદ આજે આપણા રામ આવ્યા છે: PM મોદી
  • આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ : PM મોદી

Ayodhya Ram Mandir :  આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, હવે આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સદીઓની રાહ જોયા બાદ આજે આપણા રામ આવ્યા છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે.

આ વાતાવરણ, આ ઉર્જા, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. આજની તારીખ એ કેલેન્ડર પર લખેલી તારીખ નથી, તે નવા સમયચક્રની ઉત્પત્તિ છે.

PM મોદીએ કહ્યું કે, જ્યાં રામનું કામ થાય છે, ત્યાં હનુમાન પણ હોય છે. આ જ કારણ છે કે હું પણ હનુમાનગઢીને આદર આપું છું. તેમના સિવાય હું અન્ય દેવતાઓ અને અયોધ્યાપુરી અને સરયુને પણ પ્રણામ કરું છું. આ ક્ષણે હું દિવ્ય અનુભૂતિ કરી રહ્યો છું, જેમના મહાન આશીર્વાદથી આ કાર્ય પૂર્ણ થયું છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું... અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.

વધુ વાંચો: PM મોદી તોડ્યા 11 દિવસના ઉપવાસ, આશીર્વાદના રૂપે મળી અંગૂઠી અને રાજર્ષિની ઉપાધિ, આ 3 અલૌકિક ક્ષણના બનો સાક્ષી

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું... અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ