બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / ફેશન અને સૌંદર્ય / Raksha Bandhan 2023: Rakhi prices rose by 15 20 rupees, gold silver rakhis are in trend

પવિત્ર બંધન / રક્ષાબંધનના તહેવાર માટે ગુજરાતીઓમાં અદમ્ય ઉત્સાહઃ આ રાખડીઓ ઓલટાઈમ હોટ ફેવરિટ, વેપારીઓના ચહેરા પર રોનક

Vaidehi

Last Updated: 08:01 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના તહેવાર માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ! પરંપરાગત ગોટા-નાડાછડીની હળવીફૂલ રાખડી સહિત સોના-ચાંદીની રાખડીનો ક્રેઝ વધ્યો.

  • રાખડીના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો
  • વિવિધ રંગબેરંગી રાખડીઓ બજારમાં ઉપલબ્ધ
  • લુમ્બા રાખડીનો ક્રેઝ વધ્યો

શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. આ દિવસ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરવા પહોંચી રહી છે. આ વર્ષે બજારમાં ૪૦૦૦થી વધુ ડિઝાઈનની અવનવી રાખડીઓ ખાસ જોવા મળી રહી છે, જોકે ગત વર્ષની સરખામણીએ રાખડીમાં કોઈ ખાસ નવી ડિઝાઇન નથી, પરંતુ ગોટા અને નાડાછડીની બનેલી હળવીફૂલ ડિઝાઈનની રાખડી ઓલટાઈમ હોટ ફેવરિટ છે. 

રાખડીનાં ભાવમાં વધારો
રાખડીમાં આ વર્ષે ૧પથી ર૦ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવમાં વધારો છતાં પણ બજારોમાં છેલ્લા દિવસો સુધી ધૂમ ખરીદી જોવા મળી રહી છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડીની ખરીદી કરતી હોય છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ રો-મટીરિયલના થયેલા ભાવમાં વધારાના કારણે ૧૦થી ર૦ ટકાનો ભાવ વધારો રાખડી બજારમાં જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં અદમ્ય ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઘણા લાંબાસમય બાદ આવી ખરીદી નીકળતા વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી છે.

લુમ્બા રાખડીનો ક્રેઝ વધ્યો
વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લાં ઘણાં વર્ષોથી લુમ્બા રાખડીનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લુમ્બામાં   બ્રેસલેટ ટાઈપ રાખડીની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. બહેનો ભાઈની સાથે લુમ્બા રાખડી તેમની ભાભીને બાંધે છે.

હજારો ડિઝાઈનની રાખડી બજારમાં ઉપલબ્ધ
આ વર્ષે બજારમાં અવનવી હજારો ડિઝાઈનની રાખડી જોવા મળી રહી છે, જેમાં   ૧૦ રૂપિયાથી લઇને પ૦૦ રૂપિયા સુધીની રાખડી બજારમાં ઉપલબ્ધ છે, જેમાં આ વર્ષે અમેરિકન ડાયમંડ રાખડી, રોલર રાખડી, કુંદન રાખડી, ચંદન રાખડી, રુદ્રાક્ષ રાખડીનો ક્રેઝ વધુ જોવા મળે છે, જ્યારે બાળકોમાં અલગ અલગ કાર્ટૂન તેમજ લાઇટિંગ અને મ્યુઝિકવાળી રાખડી નવી આવી છે, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં ૪૦૦થી વધુ ડિઝાઇન ઉપલબ્ધ છે. વાંસમાંથી બનતી   રંગબેરંગી અને જુદી જુદી ડિઝાઈનની   પ્રાકૃતિક-ઇકો ફ્રેન્ડલી રાખડી પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ રાખડીઓની કિંમત પ૦થી ર૦૦ રૂપિયા છે. શહેરમાં આ વખતે સિલ્વર અને ગોલ્ડની ખાસ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. આ રાખડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિર અને ચંદ્રયાન-૩ની અદ્ભુત ડિઝાઇન બનાવવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે.

રાખડી બજાર હવે મેડ ઈન ઈન્ડિયા બન્યું
આ વર્ષે બજારમાં રાજા-મહારાજાઓનાં આભૂષણો પર જોવા મળતી ડિઝાઈન ધરાવતી છાણ અને મેટલમાંથી બનેલી રાખડી જોવા મળી રહી છે. રાખડીની ડિઝાઈનમાં ગણપતિ, સાથિયા, લક્ષ્મીજી, ફૂલ-પાન વગેરેને જડતર   તેમજ રંગોથી સજાવીને બનાવવામાં આવી છે. રાખડી વેચતા વેપારીઓએ કહ્યું કે સામાન્ય રીતે રક્ષાબંધનના એક મહિના પહેલાં તો અમારો ધંધો ૬૦થી ૭૦ ટકા જેટલો થઈ જતો હોય છે. ચીની ઉત્પાદનોના બહિષ્કારની ઝુંબેશના કારણે રાખડી બજાર હવે   મેડ ઈન ઈન્ડિયા બન્યું છે. અત્યારે બજારમાં જે પણ રાખડીઓ જોવા મળી રહી છે તે દેશમાં જ તૈયાર થયેલી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ