બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Rajasthan police statement on Karni Sena Adhyaksh Sukhdev singh murder

જયપુર / 'ત્રણ લોકો આવ્યા..10 મિનિટ વાત કરી અને..' સુખદેવ સિંહ ગોગામેડી હત્યા પર જયપુર પોલીસનો મોટો ખુલાસો

Vaidehi

Last Updated: 04:55 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરમાં ધોળા દિવસે રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવસિંહનું ગોળી મારી મર્ડર કરવામાં આવ્યું. મર્ડર બાદ પોલીસ સાથેની અથડામણમાં એક આરોપીનું પોલીસ દ્વારા એન્કાઉંટર કરવામાં આવ્યું છે. પોલીસે સંપૂર્ણ ઘટનાની જાણકારી મીડિયાને આપી.

  • જયપુરમાં ધોળા દિવસે કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહનું મર્ડર થયું
  • મર્ડર બાદ આરોપીઓ બાઈક પર ફરાર થયાં છે
  • પોલીસે સંપૂર્ણ ઘટનાની માહિતી આપી છે

કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહનું તેમના ઘરમાં જ મર્ડર કરી દેવામાં આવ્યું. 3 આરોપીઓ તેમને મળવા આવ્યાં અને સોફા પર બેઠાં-બેઠાં જ સુખદેવ સિંહનું મર્ડર કરી દેવામાં આવ્યું.

પોલીસે ઘટના અંગે માહિતી આપી
પોલીસ આયુક્ત બીજૂ જોર્જ જોસેફે કહ્યું કે, 'ત્રણ લોકો આવ્યાં હતાં અને તેમણે સુખદેવ સિંહને મળવા મળવા માટે કહ્યું હતું. પરવાનગી મળ્યાં બાદ તેઓ અંદર ગયાં અને સુખદેવ સિંહ સાથે આશરે 10 મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી.  આ બાદ અચાનક સુખદેવ સિંહ પર આરોપીઓે ફાયરિંગ શરૂ કરી દીધી.  સુખદેવ સિંહનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. ઘટનામાં તેમનો એક સુરક્ષાગાર્ડ પણ ઘાયલ થયો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સાથેની અથડામણ દરમિયાન એક આરોપી નવીન શેખાવતનું એન્કાઉંટર પણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ઘટના  CCTV કેમેરામાં કેદ થઈ છે.'

સમર્થકોએ શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનાં મર્ડર બાદ કરણી સેનાનાં સમર્થકોએ જયપુરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.  સમર્થકોએ પોલીસ વિરોધી નારાઓ લગાડ્યાં હતાં. વીડિયોમાં જોઈ શકાય છે કે સમર્થકોમાં રોષ ભરાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ