બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Rain system activated in Gujarat, announcement of 75 lakh gas connection for free to women, country will have 'loss' of 'heroes'

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં વરસાદની મજબૂત સિસ્ટમ ક્યારે આવશે? મહિલાઓને મફતમાં 75 લાખ ગેસ કનેક્શનનું એલાન, દેશને પડશે 'વીરો'ની 'ખોટ'

Dinesh

Last Updated: 11:59 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : તારીખ 15, 16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ આગાહી મુજબ આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યારે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે. તા. 15, 16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તા. 18 સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની વકી છે.

VTV Gujarati News and Beyond on Twitter: "ભારે <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/વરસાદની-આગાહી' title='વરસાદની આગાહી'>વરસાદની આગાહી</a> વચ્ચે  અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન: શહેરના નવા નરોડા, નિકોલ, બોડકદેવ સહિતના  વિસ્તારોમાં ...

આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે કહ્યું છે કે મધ્ય ભારતમાં 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સક્રિય ચોમાસાની સ્થિતિ સર્જાશે, જ્યારે મધ્ય ભારતમાં 17 સપ્ટેમ્બર અને પશ્ચિમ ભારતમાં 15-17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. યુપીમાં ગઈ કાલથી ફરી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડમાં 14-16 સપ્ટેમ્બરની વચ્ચે, દક્ષિણ પશ્ચિમ યુપીમાં 15 અને 16 સપ્ટેમ્બરની વચ્ચે, દક્ષિણપૂર્વ યુપીમાં અને પૂર્વ રાજસ્થાનમાં 15-17 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પડશે. મધ્ય ભારત વિશે હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભમાં 13-17 સપ્ટેમ્બર વચ્ચે, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 14-17 સપ્ટેમ્બર અને છત્તીસગઢમાં 15 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 Meteorological Department has said that active monsoon conditions will develop over central India from September 13 to 15

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. અધિકારીઓની ઓળખ મેજર આશિષ ધોનક અને કર્નલ મનપ્રીત સિંહ, ડીએસપી હુમાયુ ભટ તરીકે થઈ હતી. કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં અધિકારીઓએ જીવ ગુમાવ્યો હોય. તમને જણાવી દઈએ કે એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં થયું હતું. ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બુધવારે સવારે શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક વિનિમયમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન સાંજ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે.

Anantnag Encounter: Colonel, Major and DSP martyred in an encounter with terrorists in Jammu and Kashmir's Anantnag

ભારતે જે રીતે જી20 સમિટ ગોઠવી જાણ્યું તેની પર આખી દુનિયા આફરિન છે. દુનિયાના દેશો પીએમ મોદી અને ભારતના વખાણ કરતા થાકતા નથી. જી20ની સફળતા બદલ પીએમ મોદી પર દુનિયાભરથી અભિનંદન મેસેજ આવ્યાં છે. ભાજપે પણ આ પ્રસંગનો લ્હાવો લીધો અને તેના નવી દિલ્હી ખાતેના મેઈન મુખ્યાલયમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જેવી કારમાંથી ઉતર્યાં કે તરત કાર્યકરોએ તેમના સ્વાગતમા નારેબાજી કરવા લાગ્યાં હતા અને  'મોદીજી આપકા સ્વાગત હૈ' તેવા ગગનભેદી જયઘોષ કર્યાં હતા.પીએમ મોદી જી-20ના સફળ સંગઠન બાદ પ્રથમ વખત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમના પર પુષ્પવર્ષા કરી. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું. ગૃહમંત્રી અમિત શાહ પાર્ટી કાર્યાલય પહોંચ્યા. આ દરમિયાન ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા. જી-20ની સફળતા બાદથી પીએમ મોદીને દેશ-દુનિયામાંથી અભિનંદન મળી રહ્યા છે.

PM Modi arrives at BJP headquarter in Delhi, gets rousing welcome

દર્શનાબેન જરદોશે 'X' (અગાઉ ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી નીચે મુજબની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. (1) ટ્રેન નં. 19421/22 અમદાવાદ - પટના એક્સપ્રેસ, (2) ટ્રેન નં. 22967/68 અમદાવાદ - પ્રયાગરાજ એક્સપ્રેસ, (3) ટ્રેન નં. 19413/14 અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ, (4) ટ્રેન નં. 11049/50 અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ, (5) ટ્રેન નં. 22137/38 નાગપુર - અમદાવાદ એક્સપ્રેસ (6) ટ્રેન નં. 12917/18 અમદાવાદ - હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત 6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.  કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે. 

Big announcement by Minister of State for Railways Darshana Jardosh

ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિધાનસભાના ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ કરાવી ઈ-વિધાનસભાનું ઉદ્ધાટન કર્યું છે. આપને જણાવી દઈએ કે, આજથી વિધાનસભાનું 4 દિવસનું સત્ર શરૂ થયું છે. અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે, છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે NeVA (નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન)નું લૉન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો આ દિવસ આપણા બધા માટે ખાસ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના અભિગમને ગુજરાત વિધાનસભાએ વાસ્તવિકરૂપ આપ્યું છે. 

Gujarat Assembly goes digital: President Murmu launches NeVA

રાજકોટ બાદ હવે સુરતમાં પણ આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આવકવેરા વિભાગની ટીમ દ્વારા સુરતના જાણીતા કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના 35થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ત્રણ મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સની ટીમ ત્રાટકતા ડાયમંડ નગરીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.

IT mega operation in Surat: 35 locations of three jewelers groups raided, large-scale investigation launched

ફરી એકવાર ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનએ `નો પર્ચેસ' અભિયાનની જાહેરાત કરી છે.  શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાની પેટ્રોલિયમ ડીલર એસોસિએશને જાહેરાત કરી છે. CNGમાં ડીલર માર્જીનમાં વધારો ન થતાં શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાનો ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ નિર્ણય કર્યો છે.   ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના આક્ષેપ મુજબ છેલ્લા 6 વર્ષની ડીલર માર્જીનમાં વધારો થયો નથી. 17 મહિનાથી CNGનું ડીલર માર્જીન પંપ સંચાલકોને ચૂકવાયું પણ નથી.  તેમજ પેટ્રોલપંપ સંચાલકો પર બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ વેચવા માટે દબાણ પણ કરાઇ રહ્યું છે. જે 3 પડતર માગણીને પગલે ફેડરેશનનો `નો પર્ચેસ'નો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલનું વેચાણ યથાવત રહેશે

No Purchase Campaign of Federation of Gujarat Petroleum Dealers Association

ચૂંટણીની મોસમમાં મહિલાઓને સાધવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતાામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, પહેલો નિર્ણય એ છે કે આગામી 3 વર્ષ સુધી એટલે કે 2026 સુધી 75 લાખથી વધુ LPG કનેક્શન મફત આપવામાં આવશે... આ ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ છે." આ યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષ માટે ગેસ જોડાણો આપવામાં આવશે, જેમાં પ્રથમ રિફિલ મફત છે, જેનો ખર્ચ ઓઇલ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.

75L LPG connections would be given free of cost in 3 yrs

ભારતનું ત્રીજુ મૂન મિશન ચંદ્રયાન-3એ ગત મહિને ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાને પણ પોતાનું કામ પૂર્ણ કરી તમામ પ્રકારની નવી માહિતી ઇસરોને મોકલી હતી. જો કે ઈસરોને આશા છે કે ચમત્કાર થશે અને તે 22 સપ્ટેમ્બરથી ફરીથી કામ શરૂ કરી દેશે.દક્ષિણ કોરિયાના લૂનર ઓર્બિટર દાનુરીએ શિવ શક્તિ પોઇન્ટ પર હાજર વિક્રમ લેન્ડરની તસવીરો મોકલી છે. ચંદ્રયાન-3 જે જગ્યાએ લેન્ડ થયું હતું તે પોઈન્ટનું નામ શિવ-શક્તિ પોઇન્ટ રાખવામાં આવ્યું છે. લેન્ડર વિક્રમ ત્યાં હાજર છે. દાનુરીએ ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઉંચાઈએથી વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે.

South Korea’s Danuri satellite captures image of Chandrayaan 3 from Moon orbit

ભારતમાં 40 ટકા સાંસદ સામે આપરાધિક કેસ દાખલ છે, જેમાંથી 25 ટકા સાંસદ પર ગંભીર કેસ ચાલી રહ્યા છે. આ સાંસદો સામે હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ પર અત્યાચાર કરવાનો ગુનો પણ શામેલ છે. બંને સદનના સભ્યોમાં કેરળના 29 સાંસદમાંથી 23 સાંસદ દાગી છે. આ દાવો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને એસોસિએશન નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જે ચૂંટણી સંબંધિત ડેટાનું એનેલિસિસ કરે છે. ADR અનુસાર સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યસભાની 776 સીટમાંથી 763 સાંસદના એફિડેવિટનું એનેલિસિસ કરીને આ જાણકારી મેળવવામાં આવી છે. લોકસભાની ચાર સીટ અને રાજ્ય સભાની એક સીટ ખાલી છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર સીટ ખાલી છે. એક લોકસભા સાંસદ અને ત્રણ રાજ્યસભા સાંસદના એફિડેવિટ ઉપલબ્ધ ના હોવાને કારણે તેમની જાણકારી મળી શકી નથી. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના (હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ) દાખલ કરવામાં આવ્યા છે. 

40 percent of mps criminal cases against them kerala has highest number know how many mps are billionaires

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શ્રીલંકાના સામે 4 વિકેટ લઈને લેજન્ડ અનિલ કુંબલેને પાછળ છોડી દિધા છે. કુલદીપ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેનાર બોલર બન્યા. ત્યાં જ દુનિયાના ચોથા સ્પિનર બન્યા. સારવાર બાદ વાપસી કરનાર કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થયા છે. સીરિઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. હવે એશિયા કપમાં ગદર મચાવી રહ્યા છે. પાકિસ્તાન વિરૂદ્ધ કુલદીપે પાંચ વિકેટ લીધી. ત્યાં જ શ્રીલંકા વિરૂદ્ધ 4 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં કુલ 9 વિકેટ લઈ ચુક્યા છે. શ્રીલંકાની સામે પોતાના દમદાર પ્રદર્શનથી કુલદીપ યાદવે મહાન સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે. હકીકતે કુલદીપે વનડે કરિયરમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Asia Cup 2023 final kuldeep yadav break anil kumble record fastest indian spinner to take 150 odi wickets

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ