બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rain damage in Kharchia village of Rajkot

રાજકોટ / ખારચિયામાં વરસાદે વખ વેર્યો, ઘરોમાં 6 ફૂટ પાણી ભરાતાં લોકોને ધાબે ચઢવું પડ્યું, અનાજ ફેંકવું પડ્યું

Dinesh

Last Updated: 05:12 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના સરધારથી ચાર કિલોમીટર દૂર ખારચિયા ગામમાં વરસાદે તબાહી સર્જી છે, લોકોના ઘરમાં છ ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું હતું

  • રાજકોટના ખારચિયા ગામમાં વરસાદની તબાઈ
  • લોકો ચાર કલાક સુધી ધાબા પર રહ્યા
  • કુદરતના કહેર સામે લાચાર બન્યો માનવી

રાજકોટ જિલ્લામાં સરધારથી ચાર કિમી દૂર ખારચિયા ગામ આવેલું છે જ્યાં વરસાદે તારાજી સર્જી છે. ખારચીયા ગામના લોકો ચાર કલાક સુધી ધાબા પર રહ્યા હતાં તેમજ ગામના ઘરોમાં છ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. ઘરમાં પાણી ભરાઈ જતા એક પરિવારની દીકરીના કરિયાવરના કપડા પણ પલડી ગયા હતા તો બીજી તરફ હજારો મણ ઘઉં પણ પલડી ગયા છે, લોકો કુદરતના કહેર સામે લાચાર બન્યા હોય તેવા દર્શ્યો સર્જાયા છે.

ઘરમાં છ ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું
રાજકોટ જિલ્લાના સરધારથી ચાર કિલોમીટર દૂર ખારચિયા ગામમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. એક તરફ રાત આખી વરસાદ ચાલુ રહ્યો અને બીજી તરફ ગામમાંથી નીકળતી નદી ગામમાં ઘૂસી ગઈ અને પાણીનો પ્રવાહ બમણો થઈ ગયો હતો. લોકોના ઘરમાં છ ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું હતું અને રાત્રે 3:00 વાગ્યાથી ગામ આખું પાણીથી તરબોળ બની ગયું હતું. જે તબાઈ જોઈ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોટાભાગના લોકો પાકા મકાનની અગાસીએ ત્રણથી સવારે સાત વાગ્યા સુધી પાણીના પ્રવાહના ડરના કારણે રહ્યા હતા. પરંતુ એક પણ ઘર એવું બાકી નથી કે જેમાં ઘરવખરી સહીસલામત હોય. ખાવા પીવાનો સામાન હોય ગોદડા-ગાદલા હોય કે પછી ફ્રીજ, ટીવી જેવી તમામ વસ્તુઓ પાણીમાં પલડી ગઈ છે

ઘઉં સહિતનો અનાજ પાણીમાં પલડી ગયો
ખેડૂતોની છ મહિનાની મહેનતે તૈયાર કરેલા ઘઉં સહિતનો અનાજ પાણીમાં પલડી ગયો છે. ખેતીમાં કપાસ ઉગાડી મહેનત કરેલી તે તમામ મહેનત પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક મણ ઘઉં પાણીમાં ડૂબી ગયા છે તો કપાસ પણ પલડી ગયો છે. હવે લોકો પોતાની વ્યથામાં જણાવી રહ્યાં છે કે, હવે કંઈક જ કામનું રહ્યું નથી, તમામ અનાજ ફેંકી જ દેવો પડે. ગામ વાસીઓ કઠણ જીવે પોતાના મહેનતના ઉગાડેલા ઘઉં ફેંકી રહ્યા છે. રૂ 600 મણનો ભાવ ગણીએ તો પણ અનેક મણ ઘઉં પાણીમાં તણાઈ ગયા છે. છ મહિનાની મહેનત પણ પાણીમાં તણાઈ ગઈ છે. આ સિવાય ગામમાં એક વૃદ્ધ પણ તણાઈ ગયા હતા. જો કે, સદનસીબે તેમનો રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે.

રોગચાળાનો ભય
હાલમાં આ ગામમાં અનેક પશુઓના મૃત્યુ થયા છે અને તેમના મૃતદેહો પણ ત્યાં જ પડ્યા છે. જેને લઈ રોગચાળાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. આ સિવાય એક પણ ઘર એવું બાકી નહીં હોય કે જેમાં પાંચ ફૂટ જેટલું પાણી નહીં હોય અને તમામ ઘરવખરી પલડી નહીં હોય હાલ ગામવાસીઓ જાત મહેનત જિંદાબાદ સમજી પોતાના ઘર સરખા કરી રહ્યા છે પરંતુ તંત્ર પાસે મદદની અપેક્ષા તો રાખી જ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ