બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi will not participate in the Ranchi rally due to health deterioration

લોકસભા ચૂંટણી 2024 / રાહુલ ગાંધીની તબિયત બગડી, રાંચીમાં ઈન્ડી એલાયન્સ રેલીમાં નહીં થાય સામેલ, મધ્યપ્રદેશ પ્રવાસ પણ રદ

Priykant Shrimali

Last Updated: 03:19 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : રાહુલ ગાંધી આજે એટલે કે રવિવારે રાંચીમાં યોજાનારી 'INDIA' ગઠબંધનની રેલીમાં ભાગ નહીં લે, અચાનક બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અચાનક બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણ એમ છે કે, રાહુલ ગાંધી આજે એટલે કે રવિવારે રાંચીમાં યોજાનારી 'INDIA' ગઠબંધનની રેલીમાં ભાગ નહીં લે. આટલું જ નહીં તેઓ મધ્યપ્રદેશના સતનામાં યોજાનારી રાહુલની રેલીમાં પણ ભાગ લેશે નહીં. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. 

જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, રાહુલ ગાંધી આજે સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા, જ્યાં INDIA ગઠબંધનની રેલી યોજાઈ રહી છે. પરંતુ તેઓ અચાનક બીમાર પડી ગયા છે અને હાલ નવી દિલ્હીની બહાર જઈ શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતનામાં રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ રાંચીમાં INDIA ગઠબંધનની રેલીમાં ભાગ લેશે.

વધુ વાંચો : 'દુનિયાની સામે સમસ્યાનું સમાધાન રજૂ કરી રહ્યું છે...' PM મોદીએ સમજાવ્યો પહેલા અને આજના ભારત વચ્ચેનો તફાવત

આજે રાંચીમાં INDIA ગઠબંધનની રેલી
રાંચીમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા રવિવારે INDIA ગઠબંધનની તાકાતનો દેખાવ છે. રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેગા રેલીને 'ઉલ્ગુલાન ન્યાય રેલી' નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં લગભગ 14 પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. આ મેગા રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, આરજેડી નેતા તેજસ્વી યાદવ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, આપ નેતા સંજય સિંહ સહિત ઘણા વિપક્ષી નેતાઓ પહોંચી રહ્યા છે. આ રેલીમાં રાહુલ ગાંધી પણ ભાગ લેવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રેલીમાં ભાગ લેશે નહીં. રાંચીમાં યોજાનારી આ રેલી પહેલા પણ 31 માર્ચે રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની જાહેર સભા યોજાઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

INDIA ગઠબંધન India Lok Sabha Election 2024 રાંચી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ