બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Rahul Gandhi troubled by this illness: reaches for treatment

સારવાર / રાહુલ ગાંધી આ બીમારીના કારણે થયા પરેશાન: 100થી પણ વધુ વર્ષથી ચાલતી આયુર્વેદિક સંસ્થામાં સારવાર માટે પહોંચ્યા

Priyakant

Last Updated: 02:37 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi In Kerala News: ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને લઈ હતી આ તકલીફ, હવે કેરળની 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થામાં સારવાર લઈ રહ્યા છે

  • રાહુલ ગાંધી સારવાર કરાવવા પહોંચ્યા કેરળ 
  • કેરળના મલપ્પુરમમાં ચાલી રહી છે ઘૂંટણના દુખાવાની સારવાર  
  • 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થામાં સારવાર લઈ છે રાહુલ ગાંધી 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ઘૂંટણના દુખાવાને લઈ સારવાર કરાવવા કેરળ પહોંચ્યા છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધી હાલ કેરળના મલપ્પુરમમાં ઘૂંટણના દુખાવાની સારવાર લઈ રહ્યા છે. તેઓ અહીં 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં સારવાર લઈ રહ્યા છે. 

વૈદ્યશાળાના પી. મદનવનકુટ્ટી વારિયર અને કે. મુરલીધરનની સાથે ડોક્ટરોની એક ટીમ તેની સંભાળ લઈ રહી છે. વિગતો મુજબ તેઓ 29 જુલાઈ સુધી અહીં રહેશે. સારવાર પહેલા રાહુલે કોટ્ટક્કલના શ્રી વિશ્વંભરા મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ મંદિર આર્ય વૈદ્યશાળાના દર્દીઓ માટે આરામ અને શાંતિ માટે બનાવવામાં આવ્યું છે.રાહુલ ગાંધીએ 21 જુલાઈના રોજ પૂર્વ સીએમ ઓમન ચાંડીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ પછી તે કોટક્કલ પહોંચી ગયા હતા. 
 
100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા
આર્ય વૈદ્યશાળામાં દર્દીઓના મનોરંજન માટે પીએસવી નાટ્યસંગમ બનાવવામાં આવ્યું છે. રાહુલે અહીં કથકલી ડાન્સ પણ જોયો હતો. આર્ય વૈદ્ય શાળા એક 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા છે. જેની સ્થાપના પીએસ વોરિયર દ્વારા 1902માં કેરળના મલપ્પુરમ જિલ્લામાં કોટ્ટક્કલ ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થા વિશ્વભરના દર્દીઓને આયુર્વેદિક સારવાર અને દવાઓ પૂરી પાડે છે. આર્ય વૈદ્ય સાલા પાસે કોટ્ટક્કલ, કાંજીકોડ અને નંજનગુડ ખાતે દવા ઉત્પાદન એકમો છે, જે 550 થી વધુ આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર એમટી વાસુદેવન નાયરે બુધવારે કોટ્ટક્કલ આર્ય વૈદ્ય સાલમાં તેમની બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પેન આપી હતી.

જાણો ક્યારે ઘૂંટણના દુખાવો વધુ થયો અને પછી..... 
ગત વર્ષે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલને ઘૂંટણના દુખાવાની સમસ્યા થઈ હતી. તે સમયે તેઓ કેરળમાં હતા. પ્રવાસ પૂરો થતાં તેણે જણાવ્યું કે એક સમયે ઘૂંટણનો દુખાવો એટલો વધી ગયો હતો કે પ્રવાસ ચાલુ રાખવો મુશ્કેલ હતો. મુલાકાત દરમિયાન રાહુલ સાથે એક ફિઝિયોથેરાપિસ્ટ પણ હાજર હતા. ભારત જોડો યાત્રાએ 75 જિલ્લાઓ, 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા 136 દિવસમાં 4,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. રાહુલ ગાંધી રોજ ચાલતા હતા.

કેરળના વાયનાડથી જ સાંસદ હતા રાહુલ ગાંધી 
રાહુલ ગાંધી કેરળના વાયનાડ જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. મોદી અટક માનહાનિના કેસમાં દોષિત ઠર્યા બાદ તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ તેમની સંસદ સભ્ય તરીકેની સદસ્યતા છીનવાઈ ગઈ હતી. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, કોર્ટે રાહુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. આ અંગે 10 દિવસમાં જવાબ આપવો પડશે. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.

SC તરફથી રાહત નહીં મળે તો........................ 
જો તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. આ કેસમાં રાહુલને 23 માર્ચ 2023ના રોજ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. નિયમો અનુસાર સજા પૂર્ણ થયા બાદ છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમની સજા 2025માં પૂર્ણ થશે અને ત્યારબાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ