બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rahul Gandhi said 'I saw the terrorist and he was looking at me

નિવેદન / રાહુલ ગાંધી કિસ્સો સંભળાવ્યો, કહ્યું 'મેં આતંકવાદીને જોયો અને તે મને જોઈ રહ્યો હતો પછી...'

Priyakant

Last Updated: 01:34 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ કહ્યું, કાશ્મીરમાં જ્યારે તેમનો એક આતંકવાદીનો સામનો થયો ત્યારે શું થયું?

  • કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો કિસ્સો શેર કર્યો 
  • કાશ્મીરમાં મારો સામનો એક આતંકવાદીનો સાથે થયો હતો
  • મેં આતંકવાદીને જોયો અને તે મને જોઈ રહ્યો હતો: રાહુલ ગાંધી 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં યુકેના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં કેમ્બ્રિજમાં એક કાર્યક્રમને સંબોધ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો એક કિસ્સો પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, કાશ્મીરમાં જ્યારે તેમનો એક આતંકવાદીનો સામનો થયો ત્યારે શું થયું? રાહુલે દાવો કર્યો હતો કે, સુરક્ષા દળોએ તેમને કાશ્મીરમાં પગપાળા મુસાફરી ન કરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં તેણે આ યાત્રા કાઢી.

શું કહ્યું રાહુલ ગાંધીએ ? 
રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરનો એક કિસ્સો યાદ કરતાં કહ્યું હતું કે, જ્યારે હું મુસાફરી કરી રહ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે, અમને મારી નાખવામાં આવશે. તેમ છતાં અમે મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું કે, મારે વાત કરવી છે. સુરક્ષાકર્મીઓએ કહ્યું કે આવું ન કરો, તમારી નજીક લોકોને આમંત્રણ ન આપો. રાહુલે કહ્યું, તો પણ મેં તેને બોલાવતા તે વ્યક્તિ મારી પાસે આવ્યો.

શું કહ્યું એ વ્યક્તિએ ? 
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, તે વ્યક્તિએ તેમને પૂછ્યું કે શું તમે ખરેખર અમારી સમસ્યા સાંભળવા આવ્યા છો ? મેં કહ્યું - હા. રાહુલે કહ્યું કે, જ્યારે અમે આગળ ચાલી રહ્યા હતા. તે વ્યક્તિએ મને ત્યાં જોવા કહ્યું. તમે તેમને જોઈ રહ્યા છો. રાહુલે કહ્યું- ક્યાં? તેમણે કહ્યું - ત્યાં. મેં કહ્યું હા. રાહુલે કહ્યું કે વ્યક્તિએ કહ્યું કે, તે આતંકવાદી છે. 

રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે આતંકવાદીઓએ મને મારી નાખવો જોઈએ તેવું વાતાવરણમાં હતું. હું તેની સામે જોઈ રહ્યો હતો, તે મારી તરફ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે હું મુશ્કેલીમાં છું. આતંકવાદીએ મને કેમ મારવો જોઈએ ? પરંતુ અમે એકબીજાને જોતા હતા. હું તેને જોઉં છું અને કંઈ થયુ નહિ અને અમે આગળ વધ્યા હતા. રાહુલે કહ્યું કે, આવું કેમ થયું, એટલા માટે નહીં કે તેની પાસે કંઈ કરવાની શક્તિ નથી.  આવું એટલા માટે થયું કારણ કે હું તેને સાંભળવા આવ્યો હતો. હું કોઈ હિંસા લઈને આવ્યો નથી અને ઘણા લોકો તેને જોઈ રહ્યા હતા.

કાશ્મીરમાં મુસાફરી કરવાની હતી મનાઈ: રાહુલ ગાંધી 
રાહુલ ગાંધીએ કહ્યું કે, મીડિયા અને ન્યાયતંત્ર કબજે થઈ ગયું છે. દલિતો અને લઘુમતીઓ, આદિવાસીઓ પર હુમલા થઈ રહ્યા છે. જો કોઈ ટીકા કરે તો તેને ધમકાવવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું કાશ્મીર જઈ રહ્યો હતો ત્યારે સુરક્ષાના લોકો મારી પાસે આવ્યા હતા. તેણે કહ્યું કે, અમારે તમારી સાથે વાત કરવી છે. તેમણે કહ્યું કે, હું કાશ્મીરમાં મુસાફરી કરી શકતો નથી. આ ખરાબ વિચાર છે. મારા પર ગ્રેનેડ ફેંકી શકાય છે. પરંતુ મેં તેમને કહ્યું કે, મને મારા પક્ષના લોકો સાથે વાત કરવા દો. મેં તેમને કહ્યું કે, હું મુસાફરી કરીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ